fbpx

સૌરાષ્ટ્રમાં 101 વર્ષના દાદીનું પરિવારે જીવતા જગતીયું કર્યું

Spread the love

સૌરાષ્ટ્રમાં 101 વર્ષના દાદીનું પરિવારે જીવતા જગતીયું કર્યું

સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં આવેલા રામગઢ ગામમાં એક પ્રસંગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રામગઢમાં રહેતા લાખાણી પરિવારે તેમના પરિવારનો મોભી દિવાળીબા જેઓ 101 વર્ષના છે તેમનું જીવતા જગતીયું કર્યું છે. પરિવારના લોકો, સંબધીઓ અને ગામના લોકોને મોટા પાયે આમંત્રણ આપીને બોલાવવમાં આવ્યા હતા. ગોર મહારાજ, મહેમાનોની હાજરીમાં મરણોત્તર ક્રિયા દિવાળીબાની હાજરીમાં કરવામાં આવી.

લાખાણી પરિવારના જ 101 સભ્યોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું અને ઘણા બધા સંબધીઓએ ચક્ષુદાનની પણ પહેલ કરી. જાણીતા કથાકાર જિગ્નેશ દાદાએ જીવતા જગતીયા વિશે કહ્યું છે કે, તમારી જાતે જ પિંડદાન જોઇને જાવ તેને જીવતા જગતીયું કહેવાય છે. પરંતુ જીવતા જગતિયા પછી કશે જઇ ન શકાય, મિઠાઇ ન ખાય શકાય એવા બધા નિયમો પાળવાના હોય છે.

error: Content is protected !!