
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે જે રીતે ભવ્ય રીતે થયો હતો તેવી જ રીતે 25 નવેમ્બર 2025ના દિવસે અયોધ્યા રામ મંદિરના 161 ફુટ શિખર પર 42 ફુટની ઉંચી દાંડી પર ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. આ ધ્વજ ચઢાવવાના કાર્યક્રમનો મતલબ છે કે મંદિરનું કામ સંપૂર્ણ પુરુ થયું છે.
રામ મંદિર પર જે ધ્વજ ફરકવાનો છે તેની ખાસિયત એ છે કે તેનો રંગ કેસરી છે. ધ્વજ 22 ફુટ લાંબો અને 11 ફુટ પહોળો છે. આ ધ્વજ કોવિદાર વૃક્ષથી પ્રેરિત છે. આ વૃક્ષનો વાલ્મિકી રામાયણમાં પણ ઉલ્લેખ છે. આ ધ્વજ પર સુર્ય, ઓમ અને કોવિદારનું પ્રતિક અંકિત કરવામાં આવશે અને 60 કિ.મીની ઝડપે પવન ફુંકાઇ તો પણ ધ્વજ પર કોઇ અસર થશે નહીં.

