
બિહાર વિધાનસભાની ચૂંટણીના 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડી જશે કે કોની સરકાર બની છે. પરંતુ બિહારની ચૂંટણી રાષ્ટ્રીય રાજકારણ પર મોટી અસર ઉભી કરવાની છે. 2029 લોકસભાની ચૂંટણીનો મંચ બિહારની ચૂંટણીથી તૈયાર થશે.
જો બિહારમાં ભાજપ, નીતિશનું ગઠબંધન NDA જીતશે તો પ્રધાનમંત્રી મોદીનો પ્રભાવ ફરી વધશે અને હિંદી બેલ્ટમાં ભાજપનું વર્ચસ્વ વધી જશે. ઇન્ડિયા ગઠબંધન નબળું પડી જાય અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પોલિટિકલ કેરિયરને મોટો ઝટકો મળે.
જો મહાગઠબંધન જીતે છે તો ઇન્ડિયા ગઠબંધન ફરી જોરમાં આવી જશે અને રાહુલ ગાંધીનું કદ વધી જશે. સાથે મુસ્લિમ તૃષ્ટીકરણ પણ વધી શકે છે. SIRનો મુદ્દો વધારે જોરથી ઉછળી શકે, કારણકે બધા વિપક્ષો વિરોધ કરી રહ્યા છે.
