fbpx

છેતરપિંડી કરતા બિલ્ડરો સામે GUJ RERAએ જાતે 5000 કેસો કર્યા,આ શહેરમાં સૌથી વધુ

Spread the love

છેતરપિંડી કરતા બિલ્ડરો સામે GUJ RERAએ જાતે 5000 કેસો કર્યા,આ શહેરમાં સૌથી વધુ

ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GUJ RERA)એ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા બિલ્ડર્સ સામે લાલ આંખ કરી છે અને આવા બિલ્ડર્સની સામે ઓથોરિટીએ જાતે સુઓમોટો દાખલ કરીને 5000 કેસો કર્યા છે.

ગુજરાતમાં કુલ 16269 પ્રોજેક્ટ માટે કુલ 6.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. ગુજરાતમાં નવા ડેવલર્સ માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. GUJ RERA 5003 કેસો કર્યા છે. જેમાં સૌથી વધારે 26 ટકા કેસો માત્ર અમદાવાદમાં છે એ સિવાય વડોદરામાં 24 ટકા અને સુરતમાં 13 ટકા કેસો છે.

બિલ્ડર્સો પ્રોજેક્ટ પૂરો કરવાનો વાયદો પાળતા નથી, . GUJ RERAની મંજૂરી પછી પ્રોજેક્ટમાં મોટા ફેરફારો કરી નાંખે છે અને પ્રમાણપત્ર મેળવ્યા વિના માર્કેટીંગ શરૂ કરી નાંખે છે. એટલે GUJ RERAએ જાતે કેસ કરવા પડ્યા છે.

error: Content is protected !!