fbpx

2 કરોડની કારમાં પણ સર્વિસના ધાંધિયા, રાજકોટના બિઝનેસમેન બળક ગાડા સાથે બાંધી લઈ ગયા

Spread the love

2 કરોડની કારમાં પણ સર્વિસના ધાંધિયા, રાજકોટના બિઝનેસમેન બળક ગાડા સાથે બાંધી લઈ ગયા

રાજકોટમાં એક ઘટના સોશિયલ મીડિયમાં ચર્ચાનો વિષય બની છે. એક કાર માલિક પોતાની 2.10 કરોડ રૂપિયાની લક્ઝરી કારને બળદ ગાડા સાથે બાંધીને શો-રૂમ સુધી લઇ ગયા. તેમનો આરોપ છે કે કંપની આફટર સર્વિસ પુરી પાડતી નથી. તેમણે કાર પર એક પોષ્ટર પર લગાડ્યું હતું.

રાજકોટમાં ઉદ્યોગકાર એંભલભાઇ જળુએ અઢી વર્ષ પહેલાં રેન્જ રોવર કાર 2.10 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેમનો આરોપ છે કે, કારમાં ફુટ સ્ટેપ ઉંચુ હોવાને કારણે તેમને કારમાંથી ચઢવા ઉતરવાની મુશ્કેલી પડી રહી છે. તેમણે બાજોટ સાથે રાખવો પડે છે.

કપંનીના ડીલરને 17 વખત કાર સર્વિસમાં આપી, પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી એટલે બળદ ગાડા સાથે ખેંચીને વિરોધ નોંધાવ્યો છે.

કંપનીએ કહ્યુ કે, અમે ગ્રાહકને રિપેર કરવા કહ્યું છે, પરંતુ તેઓ સંમતિ આપતા નથી.

error: Content is protected !!