fbpx

22મીએ સીટેક્ષ-સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો-2025 યોજાશે

Spread the love

22મીએ સીટેક્ષ-સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો-2025 યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 22, 23 અને 24 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:00થી સાંજે 7:00 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો-2025’નું આયોજન કરાયું છે.

8

ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ 12મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.

9

આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકસ માટે ગ્લાસ ફાયબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. આ મશીનરી ઇલેક્ટ્રીક સરકીટ, કાર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે તેમજ રેલ્વે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે. ઈન્ડસ્ટ્રીમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે, જેનું ભારતમાં પ્રથમ વખત સીટેક્ષ એક્ઝિબિશનમાં લોન્ચીંગ કરવામાં આવશે.

10
error: Content is protected !!