
ભારતના ચૂંટણી પંચે બિહારની સફળતા પછી સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવીઝન (SIR)ની પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ કરી છે. પરંતુ આખા દેશમાં બૂથ લેવલ ઓફિસર (BLO)ની મુશ્કેલી પડી રહી છે.
સુરત એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિસા, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાનના કામદારો અહીં આવીને વસેવા છે. ઉપરાંત ડાયમંડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રથી આવીને લોકો વસેલા છે.
આ લોકોનું ઘર કે નોકરીનું કોઇ ફિક્સ નથી હોતું. તેમાં પણ પાંડેસરા જેવા ઔદ્યાગિક વિસ્તારોમાં તો એક નાનકડી ખોલીમાં 15-15 લોકો રહેતા હોય છે. દિવસ પાળી અને રાત પાળી કરનારા.
રિઅલ એસ્ટેટમાં પણ દાહોદ ગોધરાથી કામદારો આવે અને સુરતમા પ્રોજેક્ટ વાઇસ ફરતા રહેતા હોય છે. આવા સંજોગામાં બૂથ લેવલ ઓફિસરને કામીગીરી કરવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
