fbpx

એકનાથ શિંદેએ અમિત શાહને મહારાષ્ટ્ર ભાજપ વિશે શું ફરિયાદ કરી?

Spread the love

એકનાથ શિંદેએ અમિત શાહને મહારાષ્ટ્ર ભાજપ વિશે શું ફરિયાદ કરી?

મંહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં ભાજપ અને શિંદે શિવસેના વચ્ચે મોટી બબાલ ઉભી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે તેમના કાર્યકરો નેતાઓને ખેંચી લેવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે દિલ્હી જઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી જે. પી નડ્ડાને મળીને આવ્યા. મીડિયા રિપોર્ટસમાં કહેવાયું છે કે શિંદેએ બંને નેતાઓને ફરિયાદ કરી છે કે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન છે, પરંતુ ભાજપના નેતાઓ શિંદે શિવસેનાના કાર્યકરોને તોડીને ભાજપમાં સામેલ કરી રહ્યા છે. ખાસ કરીને શ્રીકાંત શિંદેના વિસ્તાર ડોંબીવલી અને કલ્યાણમાંથી.

તો ભાજપે જવાબ આપ્યો છે કે, સૌથી પહેલી શરૂઆત શિંદે શિવસેનાએ કરી છે અને ભાજપના કાર્યકરો તોડીને શિંદે શિવસેનામાં સામેલ કર્યા છે. આખી લડાઇ BMC ચૂંટણીને લઇને છે.

error: Content is protected !!