fbpx

શું શિક્ષકોની જગ્યા રોબોટ લઈ શકે?

Spread the love

શું શિક્ષકોની જગ્યા રોબોટ લઈ શકે?

શિક્ષણ જગતમાં મોટી ક્રાંતિ આવી જાય અને શિક્ષકોની નોકરી જોખમમાં આવી જાય તેવા એક સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક ઇન્ટરમિડિયટ કોલેજમાં 12મા ધોરણમાં ભણતા અને 17 વર્ષના આદિત્યએ એક AI ટીચર રોબોટ બનાવ્યો છે.

આદિત્યએ આ રોબાટ બનાવી દેતા બધા ચોંકી ગયા છે. આ રોબોટ તેણે માત્ર 25000 રૂપિયામાં કેટલાંક મહિનાઓની મહેનત દ્વારા ઘરે જ તૈયાર કર્યો હતો. વિદ્યાર્થીઓની સમસ્યાના ફટાફટ જવાબ મળી જાય તેના માટે આ રોબોટ બનાવવામાં આવ્યો છે એવું આદિત્યએ કહ્યું છે. એકદમ અસલ મહિલા ટીચર લાગે તેવો રોબોટ બનાવ્યો છે.જો આ ક્રાંતિ આગળ વધશે અને કલાસરૂમમાં ટીચરને બદલે રોબોટ સ્થાન લેશે તો ઘણા શિક્ષકોએ નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે.

error: Content is protected !!