
ભારતીય સેનાના એક ખ્રિસ્તી અધિકારી સેમ્યુઅલ કમલેશન સેનામાં લેફ્ટનન્ટ તરીકે સેવા આપતા હતા. તેમણે પોતાની શીખ રેજીમેન્ટમાં યોજાયેલી એક સર્વ ધર્મ પરેડમાં સામેલ થવાની ના પાડી. તેમને અધિકારીઓએ ઘણા સમજાવ્યા પણ સેમમ્યુઅલ માન્યા નહીં. એક પાદરીને પણ બોલાવવામાં આવ્યા અને પાદરીએ પણ સેમ્યુઅલને સમજાવ્યા કે સર્વ ધર્મ પરેડમાં સામેલ થવું ખોટું નથી. છતા સેમ્યુઅલ માન્યા નહીં તો સેનાએ તેમને નોકરીમાંથી કાઢી મુક્યા.
એ પછી સેમ્યુઅલ દિલ્હી હાઇકોર્ટમાં ગયા, પરંતુ ત્યાં પણ તેમની હાર થઇ. એ પછી તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા તો સુપ્રીમ તેમને બરાબરના ખખડાવ્યા કે, તમે સર્વ ધર્મનું સન્માન નથી કર્યું એટલે તમે સેનામાં રહેવાને લાયક નથી.

