fbpx

નોકરીમાં પ્રમોશન મેળવવું હોય તો પહેલા સરકારને પોતાની સંપત્તિનું આખું વિવરણ આપો, આ રાજ્યમાં થયો આદેશ

Spread the love

નોકરીમાં પ્રમોશન મેળવવું હોય તો પહેલા સરકારને પોતાની સંપત્તિનું આખું વિવરણ આપો, આ રાજ્યમાં થયો આદેશ

ઓડિશા સરકારે પોતાના કર્મચારીઓને અપડેટેડ વાર્ષિક સંપત્તિ વિવરણ રજૂ કરવા કહ્યું છે. ત્યારબાદ જ તેમના પ્રમોશન પર વિચાર કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય વહીવટ વિભાગે 27 નવેમ્બરના રોજ આ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો હતો, જે રવિવારે સાર્વજનિક થયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ઓડિશા સરકારી કર્મચારી આચાર (સંશોધન) નિયમો 2021 અનુસાર, અપડેટેડ સંપત્તિ વિવરણનો ફાઇલ કરવા એ પ્રમોશન માટે પૂર્વશરત છે. ઘણા વિભાગોએ અલગ-અલગ સમયે આ બાબતે સ્પષ્ટતા માંગી હતી, એટલે સ્પષ્ટિકરણ સાથે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.’

તેમણે કહ્યું કે, ‘જે કોઈપણ સરકારી કર્મચારીએ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC) સમક્ષ અપડેટેડ સંપત્તિ વિવરણ જમા કર્યા નથી તેને પ્રમોશન માટે ‘અયોગ્ય’ ગણવામાં આવશે. જે કર્મચારીઓએ સંપત્તિ વિવરણ જમા કરાવ્યું નહીં હોય, તેમના કારણે ખાલી જગ્યાઓ અવરોધિત કરવામાં નહીં આવે. સરકાર સંપત્તિ વિગતોની આવશ્યકતાઓનું પાલન કરનારા કર્મચારીઓની લાયકાતના આધારે આવી જગ્યાઓ ભરશે.

promotion.jpg-2

પરિપત્ર મુજબ, જો કોઈ કર્મચારી ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC)ની બેઠક બાદ સરકારના ગ્રેસ પીરિયડમાં જરૂરી સંપત્તિની વિગતો જમા કરે છે અને પ્રમોશન માટે લાયક ઠરે છે, તો આગામી DPC મીટિંગમાં તેમના પ્રમોશન પર વિચાર કરી શકાય છે.

તેમાં જણાવાયું છે કે, ‘તેમને તે જ તારીખથી રાષ્ટ્રીય પ્રમોશન મળી શકે છે, જે દિવસે તેમના સીનિયરને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને તેમની સીનિયોરિટી અકબંધ રહેશે.’ અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓએ સામાન્ય રીતે જાન્યુઆરીમાં સંપત્તિની વિગતો જમા કરવાની જરૂર હોય છે. સરકારે અવલોકન કર્યું છે કે ઉલ્લેખનીય સંખ્યામાં કર્મચારીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં તેમની વિગતો જમા કરી નથી, જેના કારણે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

error: Content is protected !!