
ગુજરાત સરકારે એક રાજપત્ર બહાર પાડ્યો છે એટલે કે કાયદો બનાવવા પહેલાનું આ પગલું છે. જો આ રાજપત્ર કાયદો બની જશે તો ગામના સરપંચ,તાલુકા, જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખોને એક ઝાટકે સસ્પેન્ડ કરી શકાશે. આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કોઇ પણ ગેરરીતીની ફરિયાદ થશે તો પગલાં લેવાશે. કોઇ પણ સમાજ, સંસ્થા કે રાજ્યનો વ્યક્તિ જો ફરિયાદ કરશે તો પણ અધિકારી પગલા લઇ શકે છે.
સરકાર જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDOને આ સત્તા આપશે. આનો મતલબ એ થાય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પગલા લેવાની અધિકારીઓને સત્તા મળી જશે. આ બાબતે ગણગણાટ અને વિરોધ પણ શરૂ થઇ ગયો છે. અધિકારીઓ મનમાની કરી શકે છે એવી શંકા ઉભી થઇ છે.

