fbpx

દિત્વાહ વાવાઝાડાની ગુજરાતમાં શું અસર પડશે, અંબાલાલ શું કહે છે?

Spread the love

દિત્વાહ વાવાઝાડાની ગુજરાતમાં શું અસર પડશે, અંબાલાલ શું કહે છે?

ગુજરાતમાં અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે એવા સમયે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિત્વાહ વાવાઝોડાની અસર ગુજરાતના કેટલાંક ભાગોમાં જોવા મળી શકે છે.

દિત્વાહ વાવાઝોડાએ શ્રીલંકામાં તબાહી મચાવી છે અને તેની અસર ભારતમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુસ ઉત્તરીય આંધ્રપ્રદેશમાં 2 ડિસેમ્બર સુધીમાં મોટી અસર થશે આની અસર છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને પૂર્વીય મધ્ય પ્રદેશ પર થશે જેની અસર ગુજરાતના મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી, સુરતમાં કમોકમી વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી માવઠું થવાની શક્યતા દેખાઇ રહી છે. ઉપરાંત 18થી 24 ડિસેમ્બર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

error: Content is protected !!