fbpx

પ્રાંતિજના ફતેપુર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજના ફતેપુર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો
 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા. ૧૪ મે, ૨૦૨૬ના રોજ ટીબી અને કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો


 આસપાસના ગામોના આશરે ૩૫ જેટલા દર્દીઓને આસરોડા ગામના દાતા દલપતભાઈ સોમાભાઈ ઓડના હસ્તે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે સોનાસણ જિલ્લા પંચાયત સીટના સભ્ય મેહુલભાઈ ડામોર તથા પ્રણયભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. રિયા પટેલ દ્વારા દાતાશ્રીનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ અંગે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયા તથા પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પંકજ કટારા દ્વારા પણ આવા સરાહનીય સેવાકીય કાર્ય બદલ દાતાશ્રીનો આરોગ્ય વિભાગ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!