fbpx

પ્રાંતિજ બજારચોકમાં ભર બપોરે દુકાનનું શટર ઉંચું કરી પાકીટ ચોર પોલીસ પકડથી દુર 

Spread the love

પ્રાંતિજ બજારચોકમાં ભર બપોરે દુકાનનું શટર ઉંચું કરી પાકીટ ચોર પોલીસ પકડથી દુર 

– CCTVમાં આરોપીઓ કેદ છતાં પોલીસ પકડથી દૂર, વેપારીઓમાં રોષ

   

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના બજારચોક લાલદરવાજા વિસ્તારમાં ભર બપોરે દુકાનનું શટર ઉંચું કરી પાકીટ ચોરી થયાની ઘટના આજથી સાત દિવસ પહેલા સામે આવી હતી ઘટના બાદ સમગ્ર વેપારી વર્ગમાં રોષ ફેલાયો છે, કારણ કે સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ સ્પષ્ટ દેખાતા હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓને ઝડપી શકી નથી

મળતી માહિતી મુજબ સાત દિવસ પહેલા પ્રાંતિજ બજાર વિસ્તાર મા ટ્રેલર માલિક વેપારી બપોરના સમયે દુકાનનું શટર નીચે કરી ઘરે જમવા ગયા હતા તે દરમિયાન એક્ટિવા ઉપર આવેલા બે શખ્સોએ દુકાનનું શટર ઉંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રહેલું પાકીટ ચોરી ફરાર થઈ ગયા હતા તો સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો ચોરાયેલ પાકીટમાં અંદાજે રૂ. ૫ હજારની રોકડ રકમ ઉપરાંત આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના મહત્વના દસ્તાવેજો હતા જેના કારણે વેપારીને હવે તમામ દસ્તાવેજો ફરીથી બનાવવાની ફરજ પડી છે સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તપાસમાં ગંભીરતા દાખવવામાં આવી રહી નથી નજીકના જૈન દેરાસર તથા બજાર વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ઉપલબ્ધ હોવા છતાં તપાસમાં કચાશ જોવા મળી રહી છે જેના કારણે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વેપારીઓનું કહેવું છે કે જો પોલીસ નિષ્ઠાપૂર્વક અને ઝડપી તપાસ કરે તો આરોપીઓને એક જ દિવસમાં ઝડપી શકાય તેમ છે વિસ્તારમા અગાઉ પણ પાકીટ ચોરીના બનાવો બની ચૂક્યા હોવા છતાં લોકો પોલીસની નિષ્ક્રિયતાના કારણે ફરિયાદ કરવાનું ટાળી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે સ્થાનિક લોકો અને વેપારીઓએ માંગ કરી છે કે પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ કરી પાકીટ ચોરોને ઝડપવામાં આવે જેથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને પોલીસની ખરાબ છબી બદલાઈ શકે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!