પ્રાંતિજ ના સલાલના તિરૂપતિ કોમ્પલેક્ષમાં ભીષણ આગ
મોબાઈલ ની દુકાન થી શરૂ થયેલી આગે આખું કોમ્પલેક્ષ લપેટમાં લીધું ત્રણ, વાહનો પણ ભસ્મ
બે ગેસ સિલિન્ડર ફાટ્યા, ફાયર ટીમે ૧૧ બોટલ સલામત બહાર કાઢી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ-સોનાસણ ચોકડી ખાતે આવેલ તિરૂપતિ કોમ્પલેક્ષમાં ગુરુવારે અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આગ એટલી વિકરાળ બની હતી કે થોડા જ સમયમાં કોમ્પલેક્ષના નીચલા ભાગથી ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી ઘટનાને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્ર થઈ ગયા હતા










મળતી માહિતી મુજબ કોમ્પલેક્ષમાં તિરૂપતિ હોટલ, મોબાઈલની દુકાન, સાડીની દુકાન સહિત અનેક વેપારી એકમો આવેલાં છે. પ્રાથમિક માહિતી અનુસાર સાવરીયા મોબાઈલ નામની દુકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઊઠી હતી. જોતા જોતા આગ બાજુની દુકાનોમાં ફેલાઈ ગઈ અને તિરૂપતિ હોટલ તેમજ તેના પાર્લર સુધી પહોંચી હતી આગ દરમિયાન હોટલમાં રહેલી ગેસની બે બોટલો ધડાકાભેર ફાટતા દહેશતનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગની ટીમે સમયસર કામગીરી કરી હોટલમાંથી અન્ય ૧૧ ગેસ સિલિન્ડર સલામત બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આગની જ્વાળાઓ ઉપરના માળે આવેલી સાડીની દુકાન સુધી પહોંચતા બહાર ડિસ્પ્લેમાં મુકાયેલી સાડીઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. નજીક આવેલ બ્યુટી પાર્લર સુધી આગ પહોંચે તે પહેલાં જ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કર્યા હતાઘટનાની જાણ થતાં પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો શરૂ કર્યો હતો. આગની તીવ્રતા એટલી વધુ હતી કે કોમ્પલેક્ષ બહાર પાર્ક કરાયેલા બે બાઈક અને એક એક્ટીવા પણ આગની ઝપેટમાં આવી બળીને સ્વાહા થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ પણ સ્થળ પર પહોંચી સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો
તિરૂપતિ કોમ્પલેક્ષમાં ભીષણ આગ
બે ગેસ સિલિન્ડર ફાટ્યા
ફાયર ટીમે ૧૧ સિલિન્ડર બહાર કાઢ્યા
બે બાઈક અને એક એક્ટીવા બળી
કોઈ જાનહાનિ નહીં
આગનું કારણ અકબંધ
જીલ રાવલ સાબરકાંઠા