
સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત વરાછા વિસ્તારમાં દબાણ હટાવી રહ્યા છે. એ પછી સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ ચૌટાપુલમાં દબાણ હટાવવાની માંગ કરી.
એ સાથે સુરત પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે એક દિવાસ તાણી દેવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો. અમે અરવિંદ રાણા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, મારા ઘરની બહાર દિવાલ નથી, પરંતુ કોટસફીલ રોડ પર ડીકેએમ હોસ્પિટલ પાસે એક ખાંચો હતો જેમાંથી લોકો કચરો નાંખતા અને ગંદકી થતી હતી, સ્થાનિક લોકોએ અહીં દિવાલ બનાવી અને આ વિસ્તારને સ્વચ્છ રાખી રહ્યા છે. પાલિકાએ અહીં પાર્કિંગ ઝોન બનાવ્યું છે.

