fbpx

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

Spread the love

 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક જ ઉભું થઇ ગયું.

મેવાણીએ કહ્યું કે, 2017માં જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે ગોમતીપુરમાં મારી એક સભા હતી ત્યાં મહિલાઓએ મને કહ્યું કે, અહીં દારૂની બદીને કારણે કોઇ છોકરી આપવા તૈયાર નથી થતું. એ સમયે મેં ગોમીતપુરા પોલીસમાં જઇને રજૂઆત કરેલી તો PI સસ્પેન્ડ થયેલા એ પછી સમયાંતરે આ મુદ્દા પર લડત આપેલી,

પણ જ્યારે કોંગ્રેસની જન આકોશ યાત્રા થરાદ વિસ્તારમાં ગઇ તો કેટલીક મોટી ઉંમરની બહેનોએ ડો. તુષાર ચૌધરી અને અમિત ચાવડાને રજૂઆત કરી હતી. તે વખતે મેં બંને નેતાઓને કહ્યુ કે, તમે યાત્રા આગળ વધારો અને હું આ મુદ્દા પર લડત ઉપાડું છુ એ રીતે શરૂઆત થઇ. મેવાણીએ કહ્યું કે, મારો સ્વભાવ છે કે, હું કોઇ મુદ્દો હાથ પર લઉં પછી છોડતો નથી.

Leave a Reply

error: Content is protected !!