
આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતી બાલાજી મંદિરમાં લાડુમાં ખરાબ ઘીના કૌભાંડ પછી હવે બીજું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. તિરુપતી સેવા સાડીમં 54 કરોડનું કૌભાંડ થયું છે.
આંધ્રપ્રદેશની VRS એક્સોપર્ટ અને તેની સિસ્ટર કંપનીઓનું તિરુમાલા તિરુપતી દેવસ્થાનમ સાથે 2015થી સેવા સાડી પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ હતો. કંપનીને મલબેરી સિલ્કના દુપટ્ટા પુરા પાડવાના હતા જેને સેવા સાડી કહેવામાં આવે છે અને એક દુપટ્ટાનો 1379 ભાવ નક્કી થયો હતો, પરંતુ કંપનીએ પોલિયેસ્ટર દુપટ્ટા પધરાવી દીધા હતા. કંપની કૌભાંડ કરી રહી છે એ વાત સામે આવતા તિરુમાલા તિરુપતી દેવસ્થાનમે કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે.
તિરુપતીમાં મોટાભાગે સુરતની પોલિયેસ્ટર સાડી જાય છે, કારણકે સુરત પોલીયેસ્ટર સાડીનું હબ છે. સુરતની પોલીયેસ્ટર સાડી 100 રૂપિયાથી શરૂ થાય છે.
