fbpx

પ્રાંતિજ ના દલપુર નજીક થયેલ લૂંટ નો ભેદ ઉકેલાયો

Spread the love

પ્રાંતિજ ના દલપુર નજીક થયેલ લૂંટ નો ભેદ ઉકેલાયો

  • બાઇક ઉપર આવેલ લૂંટારુઓએ આંખ મા મરચા નો પાવડર નાંખી લૂંટ કરી હતી
  • પોલીસે મુદામાલ સહિત છ આરોપીઓની અટકાયત કરી
  • નવ દિવસ માંજ પોલીસે છ આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી લૂંટની ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે

પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ પ્રાંતિજ થી હિંમતનગર તરફ જઈ રહેલ બાઈક સવાર ફાયનાન્સ એજન્ટને આંખમાં મરચું નાખી અને માથામાં લાકડી ફટકારી નીચે પાડી દઈ લૂંટ આચરવામાં આવી હતી. આ દરમિયાન ૭,૮૮,૦૦૦ રૂપિયાની રોકડ રકમની લૂંટ આચરવામાં આવી હતી.

લૂંટની ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા લૂંટની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી આધારે પોલીસે લૂંટારુઓનું પગેરું શોધી નીકાળ્યુ હતું.

પોલીસ દ્વારા છ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેઓની પાસેથી રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરાઈ છે. પોલીસે ₹9,88,000 નો મુદ્દા માલ આરોપીઓ પાસેથી જપ્ત કરી પ્રાંતિજ તાલુકાના છ લોકોને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ પ્રાંતિજની ફાઇનાન્સ પેઢીના એજન્ટ ની રેકી કરી લૂંટનો આયોજન કર્યું હતું. જે પ્રકારે રાત્રિ દરમિયાન બાઈક ઉપર ફરિયાદીની આગળ પાછળ રહી મોકો જોઈ આંખમાં મરચું નાખી માથામાં લાકડી ફટકારી ઇજાઓ પહોંચાડી જમીન પર પાડી દીધો હતો, ત્યારબાદ તેની પાસે રહેલ રોકડ રકમ ભરેલી બેગને લૂંટી લઈ અંધારામાં તમામ આરોપીઓ પલાયન થઈ ગયા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!