fbpx

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Spread the love

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ પૂરી થાય તે પહેલા જ ફેઝ 1નું લોકાર્પણ કરવાની તૈયારીઓ કરી હતી. જાન્યુઆરી 2025માં શાસકોએ કોન્ટ્રાક્ટર સાથે મળેલી મિટિંગમાં નક્કી કર્યું હતું કે, 15 ડિસેમ્બરે ફેઝ-1 લોકો માટે ખુલ્લો મુકી દેવો. લોકાપર્ણની તારીખ આવી ગઇ પણ પ્રોજેક્ય તૈયાર ન થયો. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પુરો થાય તેમ નથી એટલે ભાજપ શાસકોના સપનાઓ પર પાણી ફરી ચૂક્યું છે.

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલીની અગ્રવાલ 8 ડિસેમ્બરે પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા ગયા, પરંતુ કામ ઘણું બાકી હતું. પાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન રાજેન પટેલે કોન્ટ્રાકટર એમ.પી. બાબરીયાને તતડાવ્યા હતા અને તેમને પર 3.32 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

error: Content is protected !!