પ્રાંતિજ પોલીસ દ્રારા નશાના કારોબાર સામે કડક કાર્યવાહી ના ભાગરૂપે મેગા ઓપરેશન
– દુકાનો પાર્લર ઓ મા ગોગો પેપર-કોન નશીલા પદાર્થો ની શોધખોળ હાથ ધરી
– પોલીસ ટીમ બજાર મા આવતા વેપારીઓમા ભંય નો માહોલ
– પાર્લર તથા દુકાનોમાંથી કોઇ વાંધાજનક વસ્તુઓ ના મળી આવી






સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્રારા નશાના કારોબાર સામે કડક કાર્યવાહી ના ભાગરૂપે એક મેગા ઓપરેશન હાથધર્યુ હતુ જેમા પાર્લર ઓ દુકાનો મા ગોગો પેપર કોન જેવી નશીલા પદાર્થોની શોધખોળ હાથધરી હતી
ગુજરાત મા વિવિધ જગ્યાએ ગોગો પેપર તથા કોન નશીલા પદાર્થો નુ ચલણ વધ્યુ છે જેના ભાગરૂપે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ એનઆર ઉમટ ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ દ્રારા પ્રાંતિજ ખાતે એક મેગા ઓપરેશન હાથધર્યુ હતુ અને પ્રાંતિજ બજાર સહિત વિસ્તારો મા પ્રાંતિજ પોલીસ દ્રારા અલગ-અલગ ટીમો ઉતારી દુકાનો પાર્લર ઓ પર સધન તપાસ હાથ ધરી હતી જેને લઈ ને વેપારીઓમા ભંય નો માહોલ જોવા મલ્યો હતો તો પ્રાંતિજ પોલીસ દ્રારા દુકાનો પાર્લર ઓ મા તપાસ કરતા દુકાનો તથા પાર્લર ઓ માંથી કોઇ વાંધાજનક વસ્તુઓ મળી આવી નહતી તો પોલીસ ની ટીમ બજાર મા ઉતરતાજ વેપારીઓમા ભંય નો માહોલ છવાઈ ગયો હતો તો પ્રાંતિજ ખાતે મોટાભાગ ના પાન પાર્લરો પર સધન તપાસ હાથ ધરવામા આવી હતી તો પોલીસ કાફલો બજાર મા ઉતરતાજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ વેપારીઓ મા ડરનો માહોલ જોવા મલ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા
