fbpx

હાઇવે પરથી ટોલ નાકા ગાયબ થઇ જશે, ગડકરી નવી સિસ્ટમ લાવી રહ્યા છે

Spread the love

હાઇવે પરથી ટોલ નાકા ગાયબ થઇ જશે, ગડકરી નવી સિસ્ટમ લાવી રહ્યા છે

કેન્દ્રીય રોડ ટ્રાન્સ્પોર્ટ ને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે, 2026ના અંત સુધીમાં દેશભરના ટોલનાકા ગાયબ થઇ જશે અને તેને બદલે AI બેઇઝ્ડ સીસ્ટમ લાગુ કરવામાં આવશે જેને કારણે ટોલ-પ્લાઝા પર લાંબી લાંબી લાઇનો નહીં લાગશે. લોકોનો સમય બચશે અને બળતણ બચશે. કારણે અત્યારે ટોલ પ્લાઝાના કારણે વાહનોને ધીમે ધીમે ચલાવવા પડે છે.

ગડકરીએ કહ્યુ કે, 2026ના અંતમાં મલ્ટીલેન, ફ્રી ફ્લો ટોલીંગ સીસ્ટમ લાગૂ કરવામાં આવશે. હાઇવ પર ટ્રેડીશનલ ટોલ બૂથ નહીં હોય તેને બદલે ખાસ ગેન્ટ્રી લગાવાશે અને તેના પર હાઇ રિઝોલ્યુશન વાળા કેમેરા અને સેન્સર લાગ્યા હશે. આ સીસ્ટમમાં તમે ગાડી 80ની સ્પીડ પર સડસડાટ જતા હો તો પણ તમારા વાહનોનો નંબર ઓળખીને ટોલના પૈસા કપાઇ જશે. ગડકરીએ કહ્યું કે, AI અને ફાસ્ટેગ સાથે મળીને કામ કરશે એટલે ફાસ્ટેગ બંધ થવાનું નથી.

error: Content is protected !!