fbpx

ભારત ટેક્સી અમુલની જેમ સહકારી મોડેલ આધારિત કામ કરશે! જાણો તે શું છે અને કેવી રીતે કામ કરે છે

Spread the love

ભારત ટેક્સી અમુલની જેમ સહકારી મોડેલ આધારિત કામ કરશે! જાણો તે શું છે અને કેવી રીતે કામ કરે છે

અમુલ નામ સાંભળતા જ લોકો ભલે દૂધ અને માખણના બ્રાન્ડને યાદ કરતા હોય, પરંતુ તે ફક્ત એક બ્રાન્ડ જ નથી. અમુલ એક એવું મોડેલ છે, જ્યાં લાખો લોકો ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવા માટે એકઠા થયા છે. હવે, આ સહકારી અભિગમ સાથે, ભારત ટેક્સી પોતાનો વ્યવસાય શરૂ કરી રહી છે, જે રીતે ભારતમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી ટેક્સી સેવાઓ પૂરી પાડે છે.

ભારત ટેક્સીની સેવાઓ 1 જાન્યુઆરી, 2026ના રોજ સત્તાવાર રીતે શરૂ થવાની તૈયારીમાં છે. જો કે, દેશના ઘણા શહેરોમાં પરીક્ષણ પહેલાથી જ ચાલી રહ્યું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, ભારત ટેક્સીની તુલના અમુલ સાથે કેમ કરવામાં આવી રહી છે? જેનો જવાબ એ છે કે, બંને મોડેલ સરકારી મોડેલ છે. હવે, ભારત ટેક્સી, અમુલની જેમ, પોતાને એક સફળ પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવા માંગે છે.

ભારત ટેક્સી એક સરળ વિચાર પર કાર્ય કરે છે. અમુલની જેમ, તે એક સહકારી પહેલ છે. તેની પાછળ કોઈ નફો કરતી ખાનગી કંપની નથી. આનાથી ડ્રાઇવરોને સીધો ફાયદો થશે. ભારત ટેક્સી એ એક સેવા છે જે ડ્રાઇવરો દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેઓ સરકારી સંગઠન બનાવવા માટે ભેગા થયા છે.

ભારત ટેક્સીના ફાયદા ફક્ત ડ્રાઇવરો પૂરતા મર્યાદિત રહેશે નહીં; તેનાથી ગ્રાહકોને પણ ફાયદો થશે. હકીકતમાં કેબ સર્વિસ પ્રોવાઇડર એપ્લિકેશન્સ ઘણીવાર ડ્રાઇવરો પાસેથી ભારે કમિશન વસૂલ કરે છે અને પીક અવર્સ અથવા ભારે વરસાદ દરમિયાન ગ્રાહકો પાસેથી વધારાના ચાર્જ વસૂલ કરે છે. ભારત ટેક્સી સાથે ગ્રાહકોને આ સરચાર્જમાંથી મુક્તિ મળશે.

Bharat Taxi

ભારત ટેક્સી નવી દિલ્હી સ્થિત સરકારી ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તેનું નેતૃત્વ અમુલ પ્રભાવને પ્રતિબિંબિત કરે છે, કારણ કે અમુલના મેનેજિંગ ડિરેક્ટર, જયન મહેતા તેના ચેરમેન તરીકે સેવા આપે છે.

ભારત ટેક્સીને ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા સમર્થન આપવામાં આવે છે અને તે રાષ્ટ્રીય E-ગવર્નન્સ વિભાગ (NeGD) સાથે સંકલિત છે. ભારતીય મંત્રાલયો અને એજન્સીઓની સંડોવણી આપમેળે વિશ્વાસ બનાવે છે. આ એપ્લિકેશનના વાસ્તવિક સ્ટાર્સ તેના ડ્રાઇવરો છે, કારણ કે તેઓ સમગ્ર પ્રોજેક્ટના માલિકો છે.

ઓલા અને ઉબેરથી તદ્દન અલગ, ભારત ટેક્સી શૂન્ય-કમિશન મોડેલ પર કાર્ય કરે છે. જો કે, અમારું અનુમાન છે કે, સંસ્થા ચલાવવા માટે કમાણીનો અમુક ભાગ આપવો જરૂરી રહેશે, જે કેટલો હશે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો શેર કરવામાં આવી નથી.

ઓલા, ઉબેર અને રેપિડો એપ્સ હેઠળ ટેક્સી ચલાવતા ડ્રાઇવરો ઘણીવાર ફરિયાદ કરે છે કે ઇંધણ ચાર્જ, વાહન હપ્તા અને પ્લેટફોર્મ કમિશન ચૂકવ્યા પછી તેમની પાસે ખૂબ ઓછા પૈસા બચે છે. જ્યારે આ બાજુ, ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઇવરોએ ખૂબ જ ઓછું કમિશન ચૂકવવું પડશે અને તેમની કમાઈ વધારે હશે. આ જ કારણ છે કે ભારત ટેક્સી 10 દિવસમાં 51,000થી વધુ નોંધણીઓ કરી ચુકી છે.

Bharat Taxi

સહકારી હોવાનો બીજો ફાયદો એ છે કે, ડ્રાઇવરો ફક્ત ભાગીદાર નથી પરંતુ તે તેના નિર્ણય લેવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ભારત ટેક્સી એપના ગવર્નિંગ બોર્ડમાં ડ્રાઇવરોમાંથી ચૂંટાયેલા નેતાઓનો સમાવેશ થશે.

ભારત ટેક્સીનો લાભ ગ્રાહકોને પણ મળશે. મુસાફરોને સર્જ પ્રાઇસિંગનો લાભ મળી શકે છે. સર્જ પ્રાઇસિંગ ક્યારેક વરસાદી અને પીક અવર્સ દરમિયાન બમણું અથવા ત્રણ ગણું થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે દરરોજ એક જ જગ્યાએ મુસાફરી કરો છો, તો તમે દરરોજ લગભગ સમાન ભાડું ચૂકવશો. ભારત ટેક્સીનો આ વિચાર કેટલો ઉપયોગી સાબિત થશે તે એપ્લિકેશનના લોન્ચ પછી જ જાહેર થશે.

ભારત ટેક્સી માટે એક પડકાર ટેકનોલોજીની પણ હશે. ખાનગી કંપનીઓની એપ્સ વર્ષોથી રાઇડ-મેચિંગ, GPS ચોકસાઈ અને અલ્ગોરિધમ પર કામ કરી રહી છે. આનાથી હાલના ખેલાડીઓને સારો અનુભવ અને ગ્રાહકો માટે અદ્યતન ટેકનોલોજી પણ મળી શકે છે.

જૂના ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા અને તેમના વપરાશકર્તા અનુભવને મેચ કરવા માટે, ભારત ટેક્સીએ ONDCની નમ્મા યાત્રી એપ્લિકેશનને શક્તિ આપતી ટેકનોલોજી પસંદ કરી છે. ભારત ટેક્સી એપ્લિકેશન એ જ ડેવલપર, મુવિંગ ટેક ઇનોવેશન્સ દ્વારા વિકસાવવામાં આવી છે.

Bharat Taxi

મીડિયા સૂત્રોની ટીમે તાજેતરમાં તેનું પરીક્ષણ કર્યું છે અને જાણવા મળ્યું છે કે, તે મોટાભાગના સ્થળોએ સારી રીતે કામ કરી રહી છે. જો કે હાલમાં તો બીટા વર્જનમાં છે, અને જ્યારે આગામી દિવસોમાં એક સ્ટેબલ વર્જન લોન્ચ થશે, જેમાં ઘણા બધા સુધારાઓ જોવા મળશે.

સહકારી ટેક્સી એપ્લિકેશન્સ વિશે વાત કરીએ તો, બે નામ ધ્યાનમાં આવે છે. આમાંથી એક ખૂબ જ સફળ રહ્યું છે અને તે હાલમાં ચાલુ છે, ન્યુ યોર્ક તેનું ઉદાહરણ છે. ન્યુ યોર્કમાં ડ્રાઇવર્સ કોઓપરેટિવ 2021માં એક નવા વિકલ્પ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. તે આજે પણ USમાં તેના પ્રકારનો સૌથી મોટો સહકારી બનેલું છે.

જ્યારે બીજું મુખ્ય ઉદાહરણ ગોવા છે, જ્યાં ટેક્સી માલિકો ભલે સત્તાવાર રીતે સહકારી ન હોય શકે, પરંતુ તેઓ સહકારી સોસાયટીની જેમ એકબીજાને ટેકો આપે છે. ન્યુ યોર્ક ડ્રાઇવર્સ કોઓપરેટિવથી અલગ, ગોવાનું ટેક્સી યુનિયન એક શક્તિશાળી લોબી તરીકે કાર્ય કરે છે. આ કારણે, તેઓ રાજ્યમાં ઓલા અને ઉબેરનો સતત વિરોધ કરે છે, અને ટૂંકા અંતર માટે પણ ગ્રાહકો પાસેથી વધુ પડતી ફી વસૂલતા હોય છે.

error: Content is protected !!