fbpx

અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કરોડોની લાયસન્સ ફી આવી નહીં ત્યાં સુધી બેઠા રહ્યા

Spread the love

અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કરોડોની લાયસન્સ ફી આવી નહીં ત્યાં સુધી બેઠા રહ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 80 કરોડ રૂપિયાની લાયસન્સ ફી ન ચૂકવાનારી જાહેર ખબર એજન્સીઓ સામે મોટા એકશન લીધા છે. AMCએ ગુરુવારે રાતથી આ જાહેર ખબર એજન્સીઓના હોર્ડિંગ ઉતારવા માંડ્યા છે અને એલિસબ્રિજ, પાલડી, નવરંગપુરા, થલતેજ, વસ્ત્રાપુર વિસ્તારમાં કામગીરી કરી છે અને શુક્રવારે પણ કામગીરી ચાલી રહી હતી.

AMCના ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ કહ્યું કે, જે જાહેર ખબર એજન્સીઓ ખાનગી મિલ્કતો પર હોર્ડિંગ લગાવે છે તેમણે લાયસન્સ ફી ભરવાની હોય છે, પરંતુ વારંવાર નોટીસ આપવા છતા આ એજન્સીઓ લાયસન્સ ફી ભરી નથી. એટલે તેમના હોર્ડિંગ્સ ઉતારવામાં આવી રહ્યા છે.

આ જાહેર ખબર એજન્સીઓ તેમના કલાયન્ટોની જાહેરાત કરીને કરોડોની કમાણી કરી લીધી છે, પરંતુ AMCને લાયસન્સ ફી આપતા નથી.

error: Content is protected !!