
સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી આવતા 20 વર્ષના છોકરીને સનરાઇઝ હૈદ્રાબાદે 30 લાખના બેઇઝ પ્રાઇસ પર ખરીદી લીધો છે. આ યુવાનનું નામ છે ક્રેઇન્સ ફુલેત્રા. જુનાગઢના માળિયા હાટી ગામમાં જન્મેલા ક્રેઇન્સને નાનપણથી ક્રિક્રેટનો શોખ હતો, પરંતુ ગામમાં પ્રોફેશનલ ક્રિક્રેટ રમી શકતો નહોતો.
પરિવાર ગામમાંઝ ખેતી અને સંપત્તિ બધું મુકીને રાજકોટ શિફ્ટ થઇ ગયું અને ક્રેઇન્સી રાજકોટમા ટ્રેનિંગ શરૂ થઇ. ક્રેઇન્સ પહેલા પેસ બોલિંગ નાંખતો હતો, પરંતુ એક દિવસ તેના સરે તેની બોલિંગ જોઇ તો કહ્યું કે તું તો ચાઇનામેન સ્ટાઇલથી બોલિંગ નાંખે છે.
ચાઇનામેનનો મતલબ છે કે, જ્યારે ડાબોડી સ્પીનર પોતાના કાંડાથી બોલને સ્પીન કરે છે ત્યારે તેને ચાઇનામેન બોલિંગ કહેવામાં આવે છે. ક્રેઇન્સ ફાસ્ટ બોલરમાંથી સ્પીનર બની ગયો.તે દરરોજ 25થી 30 ઓનર બોલિંગ કરતો હતો અને સખત મહેનત કરતો હતો.
