fbpx

ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકામાં ભારત જેવું ચાલુ કર્યું

Spread the love

ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકામાં ભારત જેવું ચાલુ કર્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારત પર 50 ટકા ટેરિફ નાંખે, રશિયા સાથેના સંબંધોને લઇને ભલે ટીકા કરે, પરંતુ તેમણે ભારતના એક જુગાડનો ઉપયોગ અમેરિકામાં શરૂ કર્યો છે. ભારતની અંદર મફત રેવડીનું ચલણ છે. મફત રાશન. યોજનાઓ હેઠળ બેંક ખાતમાં પૈસા જમા કરાવવા, મફત આરોગ્ય સંભાળ. તેમાં પણ ખાસ કરીને જે રાજ્યોની અંદર ચૂંટણી હોય ત્યારે ભારતમાં તો રેવડીનો ખજાનો ખુલ્લો મુકી દેવામાં આવે. મહિલાઓને પૈસા આપવાની જાહેરાત કરવામાં આવે.

હવે આ જ મફત રેવડીનો જુગાડ ટ્રમ્પે અમેરિકામાં અપનાવ્યો છે.આગામી ક્રિસમસ પહેલા અમેરિકાના 14.5 લાખ સૈનિકોને દરેક સૈનિક દીઠ 1.6 લાખ રૂપિયા આપવાના છે. ટ્રમ્પે આને વોરિયર ડીવીડન્ડ નામ આપ્યું છે. અમેરિકામાં માર્ચ 2026માં મીડ ટર્મ ચૂંટણી આવી રહી છે એટલે ટ્રમ્પે રેવડી વહેચવાનું ચાલું કર્યું છે.

error: Content is protected !!