પ્રાંતિજ ખાતે દારૂના નશામા ચકચૂર ઇસમે આંગણવાડી મા તોડફોડ કરી
– મેન દરવાજો તોડી અંદર પ્રવેશ કરી સરસામાન બહાર ફેંકી દીધો
– આંગણવાડીમા દારૂ પીને તોડફોડ કરનાર ઇસમનો વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ
– આંગણવાડી કાર્યકર મહિલા દ્રારા તોડફોડ કરનાર ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમા દારૂના નશામા આંગણવાડીમા ધુસેલ ઇસમે તોડફોડ કરી તો દારૂ પીને આંગણવાડીમા તોડફોડ કરનાર ઇસમનો વિડીયો સોશિયલ મીડીયામા વાયરલ થયો





પ્રાંતિજ નાનીભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમા રવિવાર ના રોજ દારૂના નશામા ચકચૂર થઈ તેજ વિસ્તારના એક ઇસમે આંગણવાડીનો લાકડા નો મેન દરવાજો તોડી આંગણવાડી મા અંદર પ્રવેશ કર્યો હતો અને આંગણવાડીમા પ્રવેશ કરી અંદર રહેલ સરસામાન ગેસની સગડી , ગેસની બોટલ , વાસણો સહિતનો સરસામાન બહાર ફેકી દીધો હતો તો ગેસ ની બોટલ ઉચી કરી છેક બહાર મુકી આવ્યો હતો તો દારૂના નશામા ચકચૂર ઇસમ ધમાલ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા તો આ અંગેની જાણ આંગણવાડી કાર્યકર મોદી અલ્પા બેન ને થતા તેવો પણ તાત્કાલીક આંગણવાડી ખાતે દોડી આવ્યા હતા અને આંગણવાડી મા ધુસી ને તોડફોડ કરનાર રાવળ મનોજ ભુપતભાઇ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા પોલીસ ફરિયાદ કરવામા આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
