
1 જાન્યુઆરી 2026થી ભારત ટેક્સી એપ લોંચ થઇ રહી છે. આ એક સરકારી સપોર્ટ વાળી એપ છે અને આને સહકારી મંત્રાલયે અને રાષ્ટ્રીય- ઇ ગવર્નસ દ્રારા ડિઝાઇન કરવામાં આવી છે. સરકાર આમાં ડ્રાઇવરોને સહ માલિક બનાવશે અને સહકાર ટેક્સી કો. ઓ. લિમિટેડ સાથે MOU પણ કરી દેવામાં આવ્યા છે.
ભારત ટેક્સી એપમાં ડ્રાઇવરોને 80 ટકા રકમ મળશે,જ્યારે ખાનગી એપમાં ડ્રાઇવરો પાસેથી મોટું કમિશન કાપી લેવામાં આવે છે. મુસાફરોને ફાયદો એ થશે કે ખાનગી એપ પીક અવર્સ, વરસાદ એવા સમયે ભાડું 2થી 3 ગણું કરી નાંખે છે, જયારે ભારત ટેક્સી એપમાં ભાડું સ્થિર રહેશે.શરૂઆતમાં દિલ્હીમાં લોંચ કરાશે એ પછી બધા શહેરોમાં લાગું પડશે.
