fbpx

BMCના 74427 કરોડના શાસન પર કોણ કબ્જો મેળવશે?

Spread the love

BMCના 74427 કરોડના શાસન પર કોણ કબ્જો મેળવશે?

મહારાષ્ટ્રના રાજકારણ માટે સોમવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ જાહેરાત સાથે જ તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ.

BMCની ચૂંટણી માટે બધા લોકો રાહ જોઇને બેઠા હતા. રાજ્ય ચૂંટણી પંચે 15 જાન્યુઆરી2026ના દિવસે મતદાન અને 16 જાન્યુઆરીએ પરિમામ જાહેર કરવાની જાહેરાત કરી છે.

74427 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી BMC પર કબ્જો જમાવવાનો જંગ જામશે. આમ તો ઉદ્દવ ઠાકરેની શિવસેના જ્યારે વિભાજીત નહોતી ત્યારે 3 દાયકાથી BMC પર રાજ કરતી આવી છે. પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. શિવસેના તુટી ગઇ છે અને મહાવિકાસ અઘાડી પણ વિરવિખેર થઇ છે. એ રીતે જોતા ભાજપનો હાથ મજબુત રહેશે એવું જાણકારો માની રહ્યા છે.

error: Content is protected !!