fbpx

શું નીતિન નબીનની નવી ટીમમાં નડ્ડાની જે ટીમ હતી તેમાંથી 90 ટકાને પડતા મૂકાશે?

Spread the love

શું નીતિન નબીનની નવી ટીમમાં નડ્ડાની જે ટીમ હતી તેમાંથી 90 ટકાને પડતા મૂકાશે?

ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે બિહારના 3 વખતના કેબિનેટ મંત્રી અને 5 વખત ધારાસભ્યચૂંટાયેલા નીતિન નવીનને જવાબદારી સોંપી. નીતિન 45 વર્ષના છે. રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પછી ભાજપમાં હજુ ઉભરો શાંત થયો નથી અને ભારે હલચલ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ભાજપમાં મોટા પાયે ઉથલપાથલ થવાની છે અને સંગઠન અને સરકાર લેવલે મોટા બદલાવો થવાની છે. જે પી. નડ્ડાની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જે ટીમ હતી તેમાંથી 90 ટકાને પડતા મુકવામાં આવશે. નીતિન યુવાન હોવાથી મોટી ઉંમરના તેમની સાથે કામ ન કરી શકે. બીજી તરફ મંત્રી મંડળમાં પણ મોટો બદલાવ થવાનો છે. ઘણા બધા મંત્રીઓને માર્ગદર્શક મંડળમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

error: Content is protected !!