પ્રાંતિજ ના પિલુદ્રા બ્રિજ પર કારે બાઈકને ટક્કર મારતા ત્રણને ઈજા
– અકસ્માત સર્જી કાર ચાલક કાર મુકીને ભાગી ગયો
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથધરી
સાબરકાંઠા જિલ્લા ના અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના પિલુદ્રા બ્રિજ પરથી બે દિવસ અગાઉ પસાર થઈ રહેલ એક કારના ચાલકે પોતાની કાર બેદરકારીપૂર્વક રીતે હંકારી લાવી બાઈકને ટક્કર મારતા ત્રણ જણાને ઈજા થયાની ફરીયાદ રવિવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સલાલ ગામે રહેતા જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા ર૦ ડિસેમ્બરે પિલુદ્રા બ્રિજ પરથી પસાર થઈ રહેલ કાર નં જીજે૦૯બીડી ૭૦૦પ ના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલતભરી ભરી રીતે હંકારી લાવી બાઈક નં જીજે૧૮એએન ૮પ૧૯ ને પાછળથી ટક્કર મારી હતી ત્યારબાદ થયેલા અકસ્માતમાં પવનબેન જીલુજી ઠાકોર, જીલુજી અમરતજી ઠાકોર અને વિરાજ જીલુજી ઠાકોરને ઈજા પહોંચી હતી અકસ્માત થયા બાદ કારનો ચાલક પોતાની કાર ઘટનાસ્થળે મૂકીને ભાગી ગયો હોવાના આક્ષેપ સાથે જયેન્દ્રસિંહ પરમારે રવિવારે તેની વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
