પ્રાંતિજના સદાનામુવાડામાં ઝાડ કાપવા બાબતે ઝઘડો થતાં ૧ર વિરૂધ્ધ ફરીયાદ
* જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના સદાના મુવાડા ગામે રવિવારે ખુલ્લા પ્લોટમાં વાવેતર કરેલ ઝાડના ડાળખા કાપવાની ના પાડતા બાર જણાએ એકસંપ થઈ આવી જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કરી અમારી સામે કેમ બોલો છો તેમ કહી આજે તમારી ચરબી ઉતારવાની છે તેમ કહી હુમલો કરતા ચાર જણાને ઈજા થઈ હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સદાનામુવાડા ગામે રહેતા રસિક ગોવાભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા ર૧ ડિસેમ્બરના રોજ બપોરના સુમારે તેમના ખુલ્લા પ્લોટમાં જાલમસિંહ રામસિંહ રાઠોડ વાવેતર કરેલ ઝાડના ડાળખા કાપતા હતા જેથી રસિક પરમારે ડાળખા કાપવાની ના પાડી હતી ત્યારબાદ ગામમાં રહેતા બાર જણાએ ગેરકાયદે મંડળી રચી એકસંપ થઈ આવી રસિક પરમાર તથા અન્ય લોકોને જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કરી કેમ અમારી સામે બોલો છો, તમોને ચરબી ચઢી ગયેલ છે આજે તમારી ચરબી ઉતારવાની છે તેમ કહી ચાર જણાએ હુમલો કરી શકરાભાઈ નાથાભાઈ વણકર, મુકેશ ગાભાભાઈ વણકર, મયુર કનુભાઈ વણકર અને પ્રિયંકાબેન યોગેશભાઈ વણકરને લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડી અમારી સામે બોલશો તો કોઈને પણ જીવતા રહેવા દઈશું નહીેં તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યારબાદ ૧ર જણા વિરૂધ્ધ રવિવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી
જીલ રાવલ સાબરકાંઠા
