fbpx

પ્રાંતિજ ખાતે યુરિયા ખાતર લેવા માટે ધરતી પુત્રો સવાર થી લાઇનમા ઉભા રહ્યા

Spread the love

પ્રાંતિજ ખાતે યુરિયા ખાતર લેવા માટે ધરતી પુત્રો સવાર થી લાઇનમા ઉભા રહ્યા
– મહિલાઓ પણ ખાતર ની થેલી લેવા લાઇન મા ઉભી રહી
– સરકાર દ્રારા તાત્કાલિક યુરિયા ખાતર પુરુ પાડવામા આવે તેવી ખેડૂતોની માંગ
– રવીપાક ટાળેજ ખાતર ની અછત ઉભી થાય છે
               


સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામા પણ યુરિયા ખાતર ની અંછત ને લઈ ને જયા જુવો ત્યા ધરતી પુત્રો ને  યુરિયા ખાતર ની થેલી લેવા માટે લાઇન મા ઉભેલા રહેવાનો વારો આવ્યો છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ રવીપાક માટે ખેડૂતોને યુરિયા ખાતર ની જરૂરિયાત હોય લાઇન મા ઉભા રહેવાનો વારો આવ્યો છે


પ્રાંતિજ સહિત તાલુકા મા ખેડૂતો દ્રારા હાલ રવીપાક ની ખેતી કરવામા આવી રહી છે અને ખેતી માટે યુરિયા ખાતર ની પણ જરૂર પડતી હોય છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકા મા યુરિયા ખાતર ના મલતા ખેડૂતો ખાતર ની થેલીઓ લેવા માટે લાઇન મા ઉભા રહેવાનો વારો આવ્યો છે તો સવાર થીજ ધરતી પુત્રો ખેતી તથા અન્ય કામ છોડીને યુરિયા ખાતર ની થેલી લેવા ખાતર વિકેતાઓની દુકાન આગળ યુરીયા ખાતર માટે લાઇન મા ઉભા થઈ જાય છે તો ખેડૂતો દ્રારા સવાર થી ખાતર ની લાઇન મા ઉભા રહ્યા બાદ વેપારીઓ દ્રારા પણ એક કે બે થેલી ખાતર ની આપવામા આવે છે ત્યારે પ્રાંતિજ ભાંખરીયા બજાર વિસ્તાર મા આવેલ હનુમાન મંદિર પાસે આવેલ એક ખાતર વિક્રેતા ની દુકાન બહાર યુરિયા ખાતર ની થેલીઓ લેવા માટે મહિલાઓ તથા ખેડૂતો ની લાબીલાબી કતારો જોવા મળી હતી ત્યારે ખેડૂતો ને ખાતર ના મળતા પરિવાર ની મહિલાઓ ને પણ ધર ના કામકાજ છોડીને યુરિયા ખાતર ની થેલીઓ લેવા માટે લાઇન મા ઉભા રહેવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્રારા તાત્કાલિક યુરિયા ખાતર ની વ્યવસ્થા કરવામા આવે તેવી ધરત્રી પુત્રોની માંગ પણ ઉઠવા પામી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!