પ્રાંતિજ ના સલાલ બસસ્ટેન્ડ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા એકનું મોત
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
– વજાપુર-દલપુર ના ઇસમ નુ કાર ની ટક્કર થી મોત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સલાલ બસસ્ટેન્ડ નજીક આઠ દિવસ અગાઉ એક અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલા અને વજાપુર(દલપુર) ગામના એક રહીશને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડતા તેમનું ઘટના સ્થળે મોત થયાની ફરીયાદ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી
આ અંગે વજાપુર ગામે રહેતા દિપકજી અમાજી મકવાણાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧૬ ડિસેમ્બરના રોજ સલાલ બસસ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલ એક અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને બેદરકારીપૂર્વક રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલા દિપકજી મકવાણાના મોટાભાઈ રામાજી અમાજી મકવાણાને ટક્કર મારતાં ગંભીર ઈજાને કારણે તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. અકસ્માત થયા બાદ અજાણ્યાો વાહન ચાલક પોતાનું વાહન લઈને ભાગી ગયો હતો. જેથી દિપકજી મકવાણાએ મંગળવારે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
