પ્રાંતિજ ના દલાની મુવાડી ગામે મંદિર નુ તાળુ તોડી ૬,૪૦,૫૦૦ ની ચોરી
– સોના ચાંદીના દાગીના નાગ , છત્તર સહિત ની ચોરી
– ચોરી કરવા આવેલ તસ્કરો આખુને આખુ કેમરાનુ રિસીવર લઈ ગયા
– તસ્કરોએ પ્રાંતિજ તાલુકા મા એક પછી એક મંદિરો ને નિશાન બનાવ્યા છે
– પ્રાંતિજ પોલીસે અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા મા તસ્કરોએ જાણે મંદિરોને નિશાન બનાવ્યા હોય તેમ એક પછી એક મંદિરો ના તાળા તોડી તસ્કરો દાન પેટી સહિત સોના ચાંદીના દાગીના ની ચોરી કરી પલાયન થાય છે અને પ્રાંતિજ પોલીસ ને જાણે ચેલેન્જ આપતા હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે પ્રાંતિજ ના દલાની મુવાડી ગામે ગોગા મહારાજ ના મંદિર નુ તાળુ તોડી કુલ-૬,૪૦,૫૦૦ ની મત્તાની ચોરી કરી પલાયન થયા


પ્રાંતિજ ના પોગલુ ખાતે આવેલ ત્રણ મંદિરો ના તાળા ટુટયા ને હજુ ચાર દિવસ પણ નથી થયા ત્યારે પ્રાંતિજ ના દલાની મુવાડી ખાતે આવેલ ગોગા મહારાજ ના મંદિર ના દરવાજાનો નકુચો તોડી તસ્કરો મંદિર મા પ્રવેશ કર્યો હતો અને મંદિર મા રહેલ દાન ભેટમા આવેલ એક મોટી અડધા તોલા સોના તથા દોઢ કિલો એક ચાંદી ની દીવડા આરતી મળી કુલ સવા બે કિલો ચાંદી મળી કુલ સોનુ આશરે અડધો તોલો જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ તથા રોકડ રૂપિયા-૨૧,૦૦૦ તથા મંદિર મા લાગેલ સીસીટીવી કેમેરાનુ રિસીવર જેની કિંમત-૭,૦૦૦ મળી કુલ કિંમત-૬,૪૦,૫૦૦ ની મત્તાની ચોરી કરી અજાવ્યા તસ્કરો પલાયન થતા આનંદ ભાઇ વશરામભાઇ દેસાઇ રહે.દલાની મુવાડી તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ આઇપીસીકલમ ૩૩૧(૪),૩૦૫(ડી)મુજબ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.આર.ઉમટ દ્રારા હાથ ધરી હતી ત્યારે પ્રાંતિજ પોલીસ દ્રારા રાત્રી નો પોલીસ પેટ્રોલિંગ સધન કરવામા આવે તેવી લોકોની માંગ પણ ઉઠવાપામી છે
જીલ રાવલ સાબરકાંઠા
