fbpx

પ્રાંતિજ માં ૧૨૫ વર્ષ પહેલાં ભૂખમાં મૃત્યુ પામેલા 300 બાળકો ને કૂવામાં દફનાવવામાં આવ્યા હતાં  અને તેના પર લેખ કોતરાવવામાં આવ્યો હતો  

Spread the love

અનુકંપા ભરી અવિસ્મરણીય કથની        
પ્રાંતિજ માં ૧૨૫ વર્ષ પહેલાં ભૂખમાં મૃત્યુ પામેલા 300 બાળકો ને કૂવામાં દફનાવવામાં આવ્યા હતાં  અને તેના પર લેખ કોતરાવવામાં આવ્યો હતો  
-અહી પોઢેલાં બાળકો ને કદી ભૂખ નહિ લાગે        
 


સાબરકાંઠા જિલ્લામાં આવેલ પ્રાંતિજ તાલુકો પોતાની પાસે રહેલા પ્રાચીન ખજાનાને કારણે ઐતિહાસિક મહત્વ ધરાવે છે  જેથી પ્રાપ્તિપુરી તરીકે જાણીતા પ્રાંતિજ શહેરમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ખ્રિસ્તી મિશનરી એટલેકે આઇ  પી  મિશન સંસ્થા કેજે આજે જીવન દ્રારા તરીકે ઓળખાય છે  આમિશનમાં પ્રવેશતાજ સ્થિત સ્મારક અને સ્મારક પર કોતરેલ શિલાલેખ ઇ  સ  1900 માં અંગ્રેજો ના રાજય શાસન કાળ દરમ્યાન રાજય માં ફાટી નિકળેલ ભયંકર પ્લેગ અને તેને કારણે ઉત્પન્ન થયેલ દુષ્કાળ ને પરિણામે મૃત્યુ પામેલા અસંખ્ય માણસો પ્લેગ ના ભરડામાં અને ભૂખનાં માર્યા મૃત્યુ પામ્યા હતાં અને મૃત્યુ પામેલા આ ત્રણસો બાળકો સહિત વૃદ્ધો , સ્ત્રીઓને કબ્રસ્તાન માં એક મોટો કૂવો બનાવી તેમાં દફનાવવામાં આવ્યા અને કૂવાને ચારે બાજુથી ચણતર કરી તેના પર શિલાલેખ કોતરાવવામાં આવ્યો


     “આ બાળકો ને કદી ભૂખ નહી લાગે” હાલ પણ આ શિલાલેખ તેવી સાક્ષી પુરેછે   આઇ  પી  મિશન મિશનરી ના પ્રમુખ   રેવ. બેથલેહેમ  એહારી , સેક્રેટરી  જીમી બારૈયા એક મુલાકાત માં સંસ્થાનો ઇતિહાસ તેના દસ્તાવેજી પુરાવાઓ સાથે રજુઆત કરતાં જણાવ્યું કે 1880 માં અંગ્રેજો ના શાસનકાળ દરમ્યાન ગરીબ લોકોના કલ્યાણ માટે પ્રાંતિજ માં મિશનરી નું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને 1885 સુધીમાં ચૂનો-ઇંટો દ્રારા તૈયાર કરવામાં આવેલુંમકાન તે સમયે માત્ર સાત હજારમાં તૈયાર થયું હતું  જેમાં પાંચ હજાર રૂપિયામાં ઇંટો ચૂનો અને કડીયા કામની મજુરી થઇહતી જયારે બે હજાર રૂપિયા માં બારીબારણાં સુથારી કામ સાથે કુલ-7000 નો ખર્ચ થયો હતો  જયારે અનેક ભુકંપ આવ્યા પણ મકાનની એક પણ ઇંટ આજ સુધી હલી નથી   અને આજે પણ મકાન અડીખમ છ  જયારે ફાધર ના જણાવ્યા મુજબ ઇ  સ 1900 માં અંગ્રેજો ના શાસન કાળ દરમ્યાન રાજયમાં ભયંકર પ્લેગ નો રોગ ફાટી નિકળ્યો હતો આજ સમયે દુષ્કાળ ને પરિણામે ભૂખમરા જેવી દયનીય સ્થિતિ ઉત્પન્ન થઇ હતી પ્લેગ તેમજ ભૂખમરા ને કારણે અનેક લોકો મુત્યુ પામતા હતાં ભૂખમરાને કારણે અસંખ્ય લોકોએ આ સંસ્થામાં આશ્રય મેળવ્યો હતો  પ્લેગની ભયાનકતા એટલી તીવ્ર હતીકે અનેક બાળકો-વુદ્ધો-સ્ત્રીઓ ક્રમશ:મૃત્યુ ના મુખમાં હોમાતા ગયા ખ્રિસ્તી રીત રિવાજ પ્રમાણે કોઇ મરણ પામે ત્યારે મૃત્યુ પામેલા માણસો ને કબર ખોદી દફનાવવામાં આવે પરતું એ સમય દરમ્યાન મૃત્યુ પામનારની સંખ્યા વધતી ગઇ અને એ સમય માં મોટી સંખ્યામાં કબ્રસ્તાન તૈયાર થઇ શકે તેવી પરિસ્થિતિ નહતી તેથી પ્રાંતિજ આઇ  પી  મિશન નું કબ્રસ્તાન ઓવરબ્રીજ પાસે આવેલ ચંચળબા નગર ખાતે આવેલ કબ્રસ્તાન માં મૃત્યુ પામેલ લોકોને દફનાવવા માટે એક મોટો ઉંડો કૂવો બનાવવામાં આવ્યો  પ્લેગના રોગ અને ભૂખમરાથી મૃત્યુ પામતાં લોકોને આ કૂવામાં નાખવામાં આવતા અને તેની પર માટી નાંખવામાં આવતી મૃત્યુ પામવાનો સીલસીલો ચાલું રહ્યો પરિણામે કબ્રસ્તાન માં ખોદવામા આવેલ કૂવો મૃત્યુ પામેલા માણસો ના મૃતદેહ ઓથી ઉભરાઈ ગયો (ભરાઇગયો) જેમાં ત્રણ સો જેટલાં બાળકો પણ ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યાં હતાં  આ કૂવાને ચારેય બાજુથી ચણતર કરી સીલ કરી દેવામાં આવ્યો અને તેના પર લેખ કોતરાવવામાં આવ્યો આજે પણઆ લેખ હયાતછે અને આશિલા લેખપર કોતરેલા લખાણ ના શબ્દો આ પ્રમાણે છે


   “આ કબ્રસ્તાન માં દાટેલા ત્રણસો બાળકો ઇ  સ  1900 ના દુષ્કાળ ને પ્રસંગે મરણ દ્રારે ધેટાં પાલકની બાથમાં આશ્રય પામ્યાં તેના સ્મરણાર્થે તેઓને ફરી ભૂખ નહિ લાગે”    


      આપ્રકાર ના શબ્દો શિલાલેખ પર કોતરેલા છે જે આજે પણ પ્રાંતિજ પાસેના ચંચળબા નગર રેલ્વે ફાટક પાસે આવેલ કબ્રસ્તાન તેની સાક્ષી પુરેછે  કબ્રસ્તાન માં શિલાલેખવાળા સ્મારક ની વ્યવસ્થિત સાચવણી થાય તે માટે અત્યારે આ સ્મારક ને પ્રાંતિજ આઇ  પી  મિશન ના પ્રવેશ દ્રારે મુકવામાં આવ્યો છે  અને મૂળ કબ્રસ્તાન ઉપર આરસથી કોતરેલ શિલાલેખ છે
પ્લેગ નો રોગ ધીરે-ધીરે નાબુદ થવા લાગ્યો અને ભૂખમરાથી મુત્યુ પામતા લોકોની સંખ્યા ધટવા માંડી ત્યારબાદ લોકો મિશનરી ઓમાંથી પાછા ફરવા લાગ્યા અને પાછા ફરેલ અનાથલોકો ને મિશન દ્રારા 10 જેટલા ખેડૂતો ને પોયડા ગામની પાસે તલોદ તાલુકા માં આવેલ હિંમતપુરા ગામજે આજે વિશ્વાસીપુરા નામે જાણીતું છે ત્યાં જમીન આપી મકાન બાંધી આપ્યા અને અત્યારે પણ આ ગામે તેમના વંશ-વરસો હયાત છે


  જયારે 1975 માં લેપ્રસી (રકતપિતના દર્દી ઓના) પુન સ્થાપન માટે જીવનદ્રાર સંસ્થા સ્થાપવામાં આવી જેમાં રકતપિત થયેલા બેહાલ અને ધરમાથી ત્યજાયેલા રકતપિત ના દર્દી ઓ સારવાર લઇ રહ્યા છે અને હાલ આ સંસ્થા માં રકતપિત ના ભોગ બનેલ દદીઓ સારવાર લઇ રહ્યા છે આ સંસ્થા દ્રારા અભ્યાસ કરવામાં આવેલ બાળકો વિવિધ સંસ્થા ઓમાં સારી જગ્યાએ નોકરી કરી પગભર થયાછે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!