fbpx

કેરળમાં ‘જય હિંદ’ પર વિવાદ, BJPએ કહ્યું- ‘આ ભયની સંસ્કૃતિ છે…’

Spread the love
કેરળમાં 'જય હિંદ' પર વિવાદ, BJPએ કહ્યું- 'આ ભયની સંસ્કૃતિ છે...'

તાજેતરમાં, કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, અને શપથ ગ્રહણ સમારોહમાં કંઇક એવું બન્યું કે, જેના કારણે રાજકીય વિવાદ ઉભો થઇ ગયો હતો. કેરળના એક કાઉન્સિલરે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ‘જય હિંદ’ બોલ્યા પછી માફી માંગી હતી. તેમના આ માફી માંગવાને કારણે BJP ગુસ્સે થઇ હતી, અને કેરળ BJP પ્રમુખે તેની ટીકા કરતા કહ્યું હતું કે, આ ભયની સંસ્કૃતિ છે, જ્યાં દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા પર પણ સજા કરવામાં આવે છે અને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે.

Kerala-BJP1

રાજધાની તિરુવનંતપુરમના કુરાક્કન્ની વોર્ડમાંથી જીતેલી અખિલા GS શપથ લીધા પછી તેની ઉજવણી કરી રહ્યા હતા અને ઉત્સાહમાં આવીને ‘જય હિંદ’ બોલાઈ ગયું હતું. જોકે, આવું બોલ્યા પછી તે પરેશાન થઇ ગઈ હતી, ત્યારપછી CPMના નેતૃત્વ હેઠળના ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટના કાર્યકરોએ તેમને દિલાસો આપ્યો, જેમણે કહ્યું કે, આ નારાનો ઉપયોગ દેશને પ્રેમ કરનાર કોઈપણ વ્યક્તિ કરી શકે છે.

માફી માંગ્યા પછી, કેરળમાં રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, એક ચૂંટાયેલા LDF કાઉન્સિલરે બંધારણનું રક્ષણ અને સમર્થન કરવા માટે શપથ લીધા પછી તરત જ ‘જય હિંદ’ કહેવા બદલ માફી માંગી હતી. આને સમજી લો, આ ભયની સંસ્કૃતિ છે, જે ડાબેરીઓ દ્વારા બનાવવામાં આવેલી છે. જ્યાં દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા પર પણ સજા, ધમકી અને જાહેરમાં અપમાન કરવામાં આવે છે. CPM અને તેના INDI ભાગીદાર, કોંગ્રેસ, અન્ય લોકોને ‘સહિષ્ણુતા’ પર ભાષણ આપે છે અને BJPને અસહિષ્ણુ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Kerala-BJP2

પરંતુ INDIની સહિષ્ણુતા નીતિ ત્યાં જ સમાપ્ત થાય છે, જ્યાં દેશભક્તિ શરૂ થાય છે. મારો તે કાઉન્સિલર અને દરેક મલયાલીને આ જ સંદેશ છે, આપણા દેશને પ્રેમ કરવા બદલ ક્યારેય માફી ન માગો, ભારત પર ગર્વ કરો. અહીં તમને જણાવી દઈએ કે, ‘જય હિંદ’ અને ‘વંદે માતરમ’ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હેડલાઇન્સમાં છવાયેલું છે. ગયા અઠવાડિયે સમાપ્ત થયેલા શિયાળુ સત્રમાં સંસદમાં ગરમાગરમ ચર્ચા થઈ હતી, જેમાં BJPએ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, જવાહરલાલ નેહરુએ મુસ્લિમોને ખુશ કરવા માટે કેટલીક લાઈનો હટાવી લીધી હતી. ત્યાર પછી જ આના પર રાજકીય તોફાન શરૂ થયું છે.

error: Content is protected !!