fbpx

પ્રાંતિજ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ ની પ્રદેશ ભાજપ મંત્રી પદે નિયુક્ત

Spread the love

પ્રાંતિજ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ ની પ્રદેશ ભાજપ મંત્રી પદે નિયુક્ત
– સમર્થકો, ભાજપ કાર્યકરો , ગ્રામજનો , તાલુકાના લોકો મા ખુશી
– ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો દ્રારા શુભેચ્છા અભિનંદન પાઠવ્યા



સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ ની ગુજરાત પ્રદેશ ભાજપ ના પદાધિકારી ઓમા પ્રદેશ ભાજપ મંત્રી પદે નિયુક્ત થતા ભાજપ કાર્યકરો , સમર્થકો , ગ્રામજનો તથા તાલુકાના લોકો મા ખુશી જોવા મળી હતી અને અભિનંદન પાઠવ્યા

પ્રાંતિજ તાલુકાના વાધપુર ગામના વતની અને પ્રાંતિજ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ કે જેવોને ગુજરાત પ્રદેશ ભાજપ ના પદાધિકારીઓમા પ્રદેશ ભાજપ મંત્રી પદે નિયુક્ત કરવામા આવતા તેમના સમર્થકો  , ભાજપ કાર્યકરો ગ્રામજનો તથા તાલુકા ના લોકો મા આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી તો ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , ભાજપ તાલુકા મહામંત્રી યશવંતભાઇ પટેલ સહિત ભાજપ આગેવોનો , ભાજપ કાર્યકરો તથા તેમના સમર્થકો દ્રારા તેવોને ફુલછડી ફુલહાર પહેરાવી પ્રદિપસિંહ રાઠોડ ને અભિનંદન પાઠવ્યા હતા


     

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!