fbpx

પ્રાંતિજ ખોડીયાર ખાતે શાકોત્સવનુ આયોજન કરવામા આવ્યુ

Spread the love

પ્રાંતિજ ખોડીયાર ખાતે શાકોત્સવનુ આયોજન કરવામા આવ્યુ
– શ્રીમાળીની ખડકી , ખોડીયારકુવા વિસ્તારના લોકોએ ભેગા મળી શોકોત્સવ ઉત્સવ ની ઉજવણી કરી
– ભાઇ-બહેનો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તાર મા આવેલ શ્રીમાળી ની ખડકી ખાતે શાકોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ખોડીયાર કુવા આજુબાજુ મા રહેતા દરેક સમાજ ના લોકો ભેગા મળીને શાકોત્સવ ની ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી


  ભગવાન સ્વામિનારાયણ દ્રારા ૩૦૮ વર્ષ પહેલા લોયા ગામે શાકોત્સવ ની શરૂઆત કરવામા આવી હતી જેમા ૬૦ મણ રીંગણા અને ૧૨ મણ ધી થી શરૂઆત કરવામા આવેલ  અને ત્યારબાદ સ્વામિનારાયણ ધર્મ ના લોકો તથા હિન્દુ ધર્મ ના લોકો પણ શાકોત્સવ ની ઉજવણી ખુબજ ઉત્સાહ ભેર કરે છે ત્યારે પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તાર મા આવેલ શ્રીમાળી ખડકી તથા આજુબાજુ મા રહેતા દરેક સમાજ ના ભાઇ-બહેનો દ્રારા શ્રીમાળી ખડકી ખાતે ખીચડી-કડી બાજરીના રોટલા , શાક , છાસ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિસ્તાર મા રહેતી દરેક સમાજ ની બહેનો દ્રારા એક જુથ થઈ ને બાજરી ના રોટલા અને ખીચડી-કડી અને શાક બનાવીને ભેગા થઈ ને ભોજન લઈ આનંદ વ્યક્ત કર્યો હતો જેમા હિન્દુ ધર્મ ના દરેક સમાજ ના લોકો ખોડીયાર કુવા – શ્રીમાળી ખડકી ખાતે રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન કરી ખુશી વ્યક્ત કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!