fbpx

પ્રાંતિજ રોડ કામ મા બે બાળ મજુરો જોવા મલ્યા પણ અધિકારીઓની ચૂપકી

Spread the love

લોહ બોલો
પ્રાંતિજ રોડ કામ મા બે બાળ મજુરો જોવા મલ્યા પણ અધિકારીઓની ચૂપકી
– બાળ મજુરો કામ કરતા સમાચાર પ્રસિદ્ધ થયા છતાંય બાળ શ્રમ અધિકારીઓ સબસલામત ના દાવા
– સરકારી કામકાજ માંજ બે બાળ મજુરો કામ કરતા મળી આવ્યા
– અધિકારીઓ કોન્ટ્રાક્ટર ને છાવરતા હોવાનુ લોકમુખે ચર્ચાઓએ જોર પકડયુ
– રાજય સરકાર ના બાળ મજુરી બાબતે કડકાઈ ના દાવા ખોટા સાબિત થયા
– સમાચાર પ્રસિદ્ધ થયાને બાળ શ્રમ અધિકારી સ્થળ મુલાકાત લીધી પણ બે બાળ મજુરો ગુમ
– બાળશ્રમ અધિકારી દ્રારા પ્રેસ નોટ ઉપર એક્શન લેવા શે કે ભાઇ-ભાઇ જોવો ધાટ ધડાશે


     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી ચાલી રહેલ નવીન રોડ મા કામમા બે બાળ મજુર કામ કરતા જોવા મલ્યા અને સમાચાર પ્રસિદ્ધ થયા ને સાત દિવસ થયા છતાંય જવાબદાર તંત્ર દ્રારા કોઇ કાર્યવાહી ના થતા તંત્ર ના ચારેય હાથ રોડ કોન્ટ્રાક્ટર ઉપર હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે


 પ્રાંતિજ ખાતે ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે બની રહેલ નવીન રોડ મા બાળ મજુરો દ્રારા કામ કરાવતા હોવાના આધાર પુરવા સાથે ZSTV તથા વર્તમાન પત્રો મા પ્રસિદ્ધ થયા છતાંય જવાબદાર તંત્ર દ્રારા સ્થળ મુલાકાત લઈ માત્ર સંતોષ માન્યો અને રોડ કોન્ટ્રાક્ટર ને છાવરતા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે તો ZSTV અને વર્તમાન પત્રો મા સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્રારા બન્ને બાળ મજુરો તથા તેના સાથી મજુરો ને અન્ય સાઇડ મોકલી દીધા હોવાનુ પણ સુત્રો દ્રારા જાણવા મલ્યુ છે અને બાળ શ્રમ અધિકારીઓએ સ્થળ ઉપર તપાસ અર્થે આવ્યા ને બાળ મજુર ના મલ્યા હોવાનુ રટણ કરતા જોવા મલ્યા હતા પણ સાહેબ ZSTV તથા ન્યુઝ પેપરોમા સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કર્યો કોન્ટ્રાક્ટર બાળ મજુરો ને કામ ઉપર રાખશે એતો તમને પણ ખબર છે પણ સમાચાર પ્રસિદ્ધ થયા અને સામાજિક કાર્યકર અનીલ પટેલ દ્રારા બાળ મજુરો કામ કરતા હોવાની કેમરા સામે બાઇટ પણ આપી અને ખુદ બાળ મજુર પણ કોન્ટ્રાક્ટર દ્રારા ૪૦૦ રૂપિયા પગાર આપતો હોવાનુ બોલ્યા છતાંય બાળ શ્રમ અધિકારીઓ ને બાળકો ને રૂબરૂ જોવા માગતા હોય તેમ બીજા દિવસે ખાલી દેખાવ તપાસ કરી ચાલતી પકડી હતી ત્યારે તેમની ચાલતી પકડવા ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે

તો બાળશ્રમ અધિકારી સચીન ભાઇને ટેલીફોનીક આ અંગે પુછતા તેવોએ જણાવ્યુ કે સમાચાર પ્રસિદ્ધ થયાને બીજા દિવસે અમે સ્થળ તપાસ કરતા બાળ મજુરો જોવા મલ્યા નહતા પણ આગળ આરબી ઓફીસ રોડ ખાતા ના એસો ને આ અંગે લેખિત મા જાણ કરી છે તેમ કહીને પોતાનો બચાવ કરતા જોવા મલ્યા હતા પણ સાહેબ પબ્લિક હે સબ જાણતી હે એ પબ્લિક હે  તેમ કહીએ તો નવાઇ નહી ત્યારે આ અંગે આરબી વિભાગ હિંમતનગર ના એસો સાથે ટેલીફોનીક પુછતા તેવોએ જણાવ્યુ કે અમારી પાસે કોઇ હજુ સુધી કોઇ કાગળ આવ્યો નથી ત્યારે ખરેખર તપાસ થાયતો આ રોડ કોન્ટ્રાક્ટર ઉપર બાળ મજુરી કરાવવા બાબતે ગુનો લાગે તેમ છે પણ તંત્ર ની મીલીભગત ખાલી ધીમી ગતિએ તપાસ કરી આખોય કેસ સાઇડ મા કરવામાગતા હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે હાલતો સરકારી કામકાજ માજ બે બાળ મજુરો કામ કરતા જોવા મલ્યા છે અને અધિકારીઓ એકબીજા ને કાર્યવાહી ને લઈ ને એકબીજાને ખો ઓ આપતા જોવા મળી રહ્યા છે અને અધિકારીઓ રોડ કોન્ટ્રાક્ટર ને છાવરતા હોવાનુ પણ હાલતો લોકમુખે ચર્ચાઓએ જોર પકયુ છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે રાજય સરકાર ના બાળ મજુર બાબતે કડકાઈ ના દાવા આ કેસ મા જોવા મળશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતી જોવા મળશે એતો હવે આવનાર દિવસ માંજ જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!