fbpx

પ્રાંતિજ મા ચંદન ચોરો નો તરખાટ

Spread the love

પ્રાંતિજ મા ચંદન ચોરો નો તરખાટ
– ૧૮ દિવસ બાદ ફરી બે ચંદન ના ઝાડ કપાયા
– એક મહિના મા ૧૮ થી વધુ ચંદન ના ઝાડ ની ચોરી
– ચંદની ખેતી કરતા ખેડૂતો મા ભંય નો માહોલ
– ખેડૂત દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા જાણ કરી
– ખેડૂતોને ચોરી સાથે જાનની પણ ચિંન્તા
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ચંદન ચોર નો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે ફરી ૧૮ દિવસ બાદ વધુ બે ચંદન ના ઝાડ કાપી લઈ જતા ખેડૂતો મા ભંય નો માહોલ


પ્રાંતિજ ખાતે જાણે ચંદન ચોર ગેંગ સક્રિય થઇ હોય તેમ છેલ્લા એક મહિના મા ચંદન ચોર ૧૫ વધુ ચંદન ના ઝાડ કાપી ગયા છે ત્યારે ફરી પ્રાંતિજ માલ્કડેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ સરકારી આઇટીઆઇ બાજુ ધનાજી વજીજી મકવાણા ના ખેતરોમાંથી શુકવાર ની રાત્રી ના ખેતર ના સેઢા ઉપર રહેલ બે ચંદન ના ઝાડ કાપી જતા ખેડૂત દ્રારા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી ત્યારે હાલતો ચંદન ચોરો એક મહિના મા ૧૮ થી વધુ ચંદન ના ઝાડ કાપી જતા ખેડૂતોને ખેતર મા રહેલ ચંદન ના ઝાડ ને લઈ ને ભંય નો માહોલ જોવા મલી રહ્યો છે તો પ્રાંતિજ તથા તાલુકા મા ચંદન ની ખેતી કરતા ખેડૂતો મા પણ ચંદન ચોર સકિય થતા ભંય નો માહોલ જોવા મલી રહ્યો છે તો સાથે સાથે રાત્રીના ચંદન ચોર સક્રિય થતા ખેડૂતો તથા ખેતરો બોર ઉપર રહેતા ભાગીયાઓમા પણ જીવને લઈ ને ભંય નો માહોલ જોવા મલી રહ્યો છે ત્યારે ખેડૂતો દ્રારા એક મહિના મા ૧૮ થી પણ વધુ ચંદન ના ઝાડ ની ચોરી થતા ખેડૂતો દ્રારા અજાવ્યા ચંદન ચોર વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ પણ કરવામા આવી છે અને ફરીયાદ બાદ પણ જાણે ચંદન ચોર પ્રાંતિજ પોલીસ ને જાણે ચેલેન્જ આપતા હોય તેમ  ચંદન ના ઝાડ કાપી જાય છે ત્યારે પ્રાંતિજ મા ચંદન ચોર ગેંગ સક્રિય થતા પ્રાંતિજ તથા તાલુકા મા ચંદન ની ખેતી કરતા ખેડૂતો તથા ખેતરોમા એકલ દોકલ રહેલ ચંદન ના ઝાડ ને લઈ ને ખેડૂતોમા ભંય નો માહોલ જોવા મળી રહ્યો છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!