fbpx

આસામ સરકારે નવા વર્ષમાં પત્રકારોને મોબાઇલ ફોન ભેટ આપ્યા, બે પત્રકારે પાછા આપી દીધા

Spread the love

આસામ સરકારે નવા વર્ષમાં પત્રકારોને મોબાઇલ ફોન ભેટ આપ્યા, બે પત્રકારે પાછા આપી દીધા

આસામ સરકાર દ્વારા નવા વર્ષે પત્રકારોને ભેટ તરીકે મોબાઈલ આપ્યા હતા. તેમાંથી ઓછામાં ઓછા 2 પત્રકારોએ મોબાઇલ ફોન પાછા આપી દીધા હતા. Scroll.inના અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના માહિતી અને જનસંપર્ક નિયામક (DIPR)માં નોંધાયેલા 2,200થી વધુ પત્રકારોને ભેટ તરીકે મોબાઇલ ફોન આપવામાં આવશે. ગુરુવારે ગુવાહાટીમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક પત્રકારોને મોબાઇલ ફોન આપવામાં આવ્યા હતા, જ્યારે અન્યને માઘ બિહુ (14 જાન્યુઆરી) સુધીમાં જિલ્લા કમિશનરો દ્વારા પ્રાપ્ત થવાની અપેક્ષા છે.

નોંધનીય છે કે આગામી 4 મહિનામાં આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની અપેક્ષા છે. Scroll.inના અહેવાલ મુજબ, અધિકારીએ ને જણાવ્યું હતું કે, ‘બધા DIPR કાર્ડધારકોને Samsung Galaxy F17 આપવામાં આવશે. દર વર્ષે અમે પત્રકારોને કંઈક ને કંઈક ભેટ આપીએ છીએ. અગાઉ, અમે લેપટોપ બેગ, લેધર બેગ, પાણીની બોટલ વગેરે આપી ચૂક્યા છીએ.’

Assam-Gov1

ઓનલાઈન પ્લેટફોર્મ પર આ મોબાઇલ ફોનની કિંમત 12,600 રૂપિયાથી 16,000 રૂપિયાની વચ્ચે બતાવવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં, ‘ધ ટેલિગ્રાફ’ના ઉમાનંદ જયસ્વાલ અને ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’ના વિકાસ સિંહે આ મોબાઇલ ફોન પરત કર્યા છે. આ અગાઉ વર્ષ 2011માં, રાજ્યની તત્કાલીન કોંગ્રેસ સરકારે માન્યતા પ્રાપ્ત પત્રકારો અને વ્યવસાયમાં 10 વર્ષ પૂર્ણ કરનારા પત્રકારોને લેપટોપનું વિતરણ પણ કર્યું હતું.

વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે યોજનાઓ

ચૂંટણી પહેલા મુખ્યમંત્રી સરમાએ ગુરુવારે વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓની જાહેરાત કરી હતી. મહિલા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડતી નિજુત મોઇના યોજનાની જેમ, મુખ્યમંત્રીએ બાબુ અસોની કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ અંતર્ગત સરકાર પાત્ર અનુસ્નાતક વિદ્યાર્થીઓને દર મહિને 2,000 રૂપિયા અને પાત્ર અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દર મહિને 1,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે.

સરમાએ એવી પણ જાહેરાત કરી હતી કે ઓરુનોદોઈ યોજના હેઠળ ગરીબ પરિવારોમાં પ્રાથમિક સંભાળ રાખનારી મહિલાઓને આપવામાં આવતી 1,250 રૂપિયાની રોકડ સહાય ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલમાં આપવામાં આવશે નહીં. તેના બદલે 20 ફેબ્રુઆરીએ, લાભાર્થીઓને એક વખતની એડવાન્સ ‘બોહાગ બિહુ ભેટ’ તરીકે 8,000 રૂપિયા આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સરમાએ જણાવ્યું કે, ‘ચૂંટણીના સમયે કોઈને કોઈ મુશ્કેલી ન પડે તે માટે, અમે 4 મહિનાનો હપ્તો અને બોનસ એકસાથે આપી રહ્યા છીએ.’

error: Content is protected !!