fbpx

શું માર્ચથી ATMમાં નહીં મળે રૂ. 500ની નોટ, સરકારે આપી દીધો જવાબ

Spread the love

શું માર્ચથી ATMમાં નહીં મળે રૂ. 500ની નોટ, સરકારે આપી દીધો જવાબ

500 રૂપિયાની નોટ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટો મળવાની બંધ થઈ જશે. હવે આ વાત કેમ ઉઠી રહી છે? આમાં કેટલું સત્ય છે અને સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ શું કહ્યું? ચાલો વિસ્તારથી સમજીએ.

ગયા વર્ષે, સરકારે નાની નોટોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. બેંકોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ ATMમાં નાની નોટોની સંખ્યા વધારે. સરકારનું કહેવું હતું કે બેંકોએ ATMમાં 100 અને 200 રૂપિયા જેવી નાની નોટોની સંખ્યા વધારવી જોઈએ. ત્યારબાદ, બેંકોએ તેનો અમલ કર્યોં. જોકે આનો અર્થ એ નથી કે સરકારે 500 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.

સત્ય શું છે?

હવે સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ફેક્ટ-ચેકિંગ એજન્સીએ જણાવ્યું છે કે આ બધુ જે ચાલી રહ્યું છે, તે પૂરી રીતે નિરાધાર છે. સરકારની 500 રૂપિયાની નોટને બંધ કરવાની કોઈ યોજના નથી. ન તો તેણે આ નોટોને ATMમાંથી હટાવવાની વાત કહી છે.

RS-500-Notes

સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સી PIBએ, એ પણ સ્પષ્ટ કર્યું કે 500 રૂપિયાની નોટો હજુ પણ લીગલ ટેન્ડર છે, એટલે કે તે પહેલાની જેમ વ્યવહારો માટે પૂરી રીતે માન્ય છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અપ્રમાણિત અને ભ્રામક સમાચાર પર વિશ્વાસ ન કરે. કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેને સત્તાવાર સોર્સથી તેની પુષ્ટિ જરૂર કરો.

આ પહેલી વખત નથી, જ્યારે 500 રૂપિયાની નોટો અંગે આવી અફવાઓ ફેલાઈ હોય. આ અગાઉ પણ નોટબંધી અથવા 500 રૂપિયાની નોટો બંધ થવાને લઈને દવા કરવામાં આવ્યા છે, જેને સરકારે ફગાવી દીધા છે. જૂનમાં, PIBએ X પર સ્પષ્ટતા કરી હતી કે માર્ચ 2026માં કથિત ડિમોનેટાઇઝેશન અંગેના દાવા સંપૂર્ણપણે ખોટા છે અને ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

error: Content is protected !!