
ચંદન ચોરીની પ્રાંતિજ પોલીસ ને ચેલેન્જ
પ્રાંતિજ ના પોગલુ માંથી પાંચ ચંદન ના ઝાડ ની ચોરી
– એક મહિના મા પ્રાંતિજ તથા તાલુકામાંથી ૨૩ થી વધુ ઝાડ ની ચોરી
– ચંદન ની ખેતી કરતા ખેડૂતો મા ભંય સાથે ચિંન્તા
– ૧૫ થી ૨૦ વર્ષ બાળક ની જેમ ચંદન નો ઉછેર કર્યો ને ચંદન ચોર કાપી જાય છે
– ખેડૂતોને ચોરી ની સાથે જાનની પણ ચિંન્તા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ગામેથી પાંચ ચંદન ના ઝાડ ની ચોરી તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી એક મહિના મા ૨૩ થી વધુ ચંદન ના ઝાડ ની ચોરી થઈ








પ્રાંતિજ સહિત તાલુકા મા ચંદન ચોર સક્રિય થતા પોલીસ થતા ચંદન ની ખેતી કરતા ખેડૂતોની ઉધ હરામ થઈ ગઈ છે અને ચંદન ચોરો જાણે પ્રાંતિજ પોલીસ ને ચેલેન્જ કરતા હોય તેમ પ્રાંતિજ તથા તાલુકા માંથી એક પછી એક ચંદન ના ઝાડ કાપી જાય છે ત્યારે શુક્રવાર ની રાત્રી એ પ્રાંતિજ માંથી બે ચંદન ના ઝાડ ની ચોરી બાદ શનિવાર ની રાત્રીએ પ્રાંતિજ ના પોગલુ ખાતે ચંદન ની ખેતી કરતા ખેડૂત પટેલ હરેશભાઇ ચીમનભાઈ ના ખેતરમા વાવેલ ૩૦૦ ચંદન ના ઝાડ પૈકી ચાર ચંદન ના ઝાડ ચંદન ચોર કાપી ને લઈ ગયા હતા તો પોગલુ ખાતે રહેતા પટેલ ધર્મેન્દ્ર કુમાર મણીલાલ પટેલ ના ધર આગળ ૧૫ વર્ષ પહેલા વાવેલ ચંદન નુ ઝાડ પણ રાત્રિના ચંદન ચોર ચોરી કરી લઈ જતા પટેલ હરેશભાઇ ચીમનભાઈ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ સહિત તાલુકામા ચંદન ચોર ગેંગ સક્રિય હોય અને છેલ્લા એક મહિના થી ચંદન ના ઝાડ ની ચોરી કરી રહ્યા છે અને જાણે પ્રાંતિજ પોલીસ નો ડર ના હોય તેમ એક પછી એક ચંદન ના ઝાડ કાપી જાય છે ત્યારે ચંદન ચોર સક્રિય થતા ખેડૂતો તથા ખેતરો બોર કુવા ઉપર રહેતા ભાગીયાઓમા પણ જીવને લઈ ને ભંય નો માહોલ જોવા મલી રહ્યો છે ત્યારે પ્રાંતિજ પોલીસ દ્રારા રાત્રીનો પોલીસ પેટ્રોલિંગ સધન કરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે
જીલ રાવલ સાબરકાંઠા
