fbpx

પ્રાંતિજ ના કતપુર પાસેથી રૂ.૧.૬૭ કરોડ દારૂની ૧૩૭૭ પેટી સાથે ટ્રેલર પકડાયું

Spread the love

પ્રાંતિજ ના કતપુર પાસેથી રૂ.૧.૬૭ કરોડ દારૂની ૧૩૭૭ પેટી સાથે ટ્રેલર પકડાયું

– એકની અટકાત કરાઈ , એલસીબીએ ર કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

             

ગુજરાતને અડીને આવેલા અન્ય પરપ્રાંતોમાંથી રોજબરોજ કેટલાક બુટલેગરો અવાનવા કિમીયા અજમાવીને સાબરકાંઠામાં થઈ ગુજરાતના અન્ય સ્થળે વિદેશી દારૂનો વિપુલ જથ્થો વાહનો મારફતે પહોંચાડી રહ્યા છે ત્યારે સાબરકાંઠા એલસીબીએ ગુરૂવારે રાત્રે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કતપુર ટોલટેક્ષ નજીક આવેલા એક ઢાબા આગળ વોચ ગોઠવીને અંદાજે રૂા. ૧,૬૭, ૭ર,૪૧પ ની કિંમતની ૧૩૭૭ દારૂની પેટીઓ ભરેલા ટ્રેલરને પકડી લઈ ચાલકની અટકાયત કરી અંદાજે રૂા. ર,૦ર,૮૭,૯૧૬ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા શખ્સ વિરૂધ્ધ તરત જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટ અંતર્ગત ગુનો નોંધાવ્યો હતો

આ અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાથી એલસીબીના પી.આઈ ડિ.સી.સાકરીયા તથા તેમનો સ્ટાફને એવી બાતમી મળી હતી કે શામળાજી તરફથી આવી રહેલ ટ્રેલર નં. આરજે૧૪જીજી ૧પ૮૭માં ચાલક પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો લઈ હિંમતનગરથી અમદવાદ તરફ જઈ રહ્યો છે જે આધારે એલસીબીએ કતપુરની સીમમાં આવેલ એક ઢાબા આગળ વાહન ચેંકિગ કર્યું હતુ અને બાતમી મુજબના ટ્રેલરને અટકાવવા માટે રોડ પર આડશો મૂકી દેવામાં આવી હતીદરમ્યાન બાતમી મુજબ આવી રહેલ ટ્રકને અટકાવી ચાલકની પુછપરછ કરાતા તેણે પોતાનું નામ પ્રહલાદ કાનારામ ગુર્જર (રહે. કાલીયા, તા. ફૂલેરા, રાજસ્થાન) હોવાનું કબુલ્યું હતુ. ત્યારબાદ એલસીબીએ ચાલકને સાથે રાખી ટ્રેલરમાં ઢાંકેલ તાડપત્રી ખોલીને જોતાં થર્મોકોલની સીટો નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

૧,૬૭૭૨૪૧૬ દારૂ બોટ બીયર ટીન 
૩૫,૦૦૦૦૦ ટ્રક ની કિંમત 
૩૦૦૦ થર્મોકોલ સીટો 
 ૧૦.૦૦૦ બે મોબાઇલ 
૨૦૦૦ ટાટપતરી 
૫૦૦ રસ્સી સહિત કુલ મુદ્દામાલ 
 ૨,૦૨,૮૭૯૧૬ 

જે જોઈને એલસીબીનો સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. ત્યારબાદ ટ્રેલરમાંથી વિદેશી દારૂની ૧૩૭૭ પેટી સહિત ટ્રેલરને સલામત જગ્યા લઈ જવાયું હતુ. જ્યાં ગણતરી કરતા પાસ પરમીટ વિનાની ૧૩૭૭ પેટીઓમાંથી અંદાજે રૂા. ૧,૬૭,૭ર, ૪૧૬ ની કિંમતની અંદાજે ૪૬૬૮૦ બોટલો મળી આવી હતી ત્યારબાદ પોલીસે અટકાયત કરાયેલ ચાલકની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો શાહપુરા(જિ. જયપુર)ના સત્યનારાયણ નામના શખ્સે ટ્રેલરમાં ભરી આપ્યો હોવાની કબુલાત કર્યા બાદ પોલીસે અંદાજે રૂા. ર,૦ર,૮૭,૯૧૬ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ટ્રેલરના ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટ અંતર્ગત ફરીયાદ નોંધાવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!