પ્રાંતિજ-તલોદ રોડ ઉપર એપ્રોચરોડ નો ઠલવાયેલ વેસ્ટ કચરાને લઈ ને અકસ્માત ભંય
– રોજીદુ અવરજવર કરતા નાના-મોટા વાહન ચાલકો મા અકસ્માત નો ભંય
– રોડ ઉપર ઢસડી આવેલ ઢગલા ઓને લઈ ને કોઇનો જીવ જાયતો નવાઈ નહી
સાબરકાંઠા પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર ચાલી રહેલ રોડ કામને લઈને ખોદકામ બાદ વેસ્ટ કચરો પ્રાંતિજ-તલોદ રોડ ઉપર રોડની બન્ને સાઇડમા ઢગલા કરવામા આવતા ઢગલા રોડને અડી ને ઢસડી આવતા રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકોમા અકસ્માત નો ભંય



પ્રાંતિજ ખાતે ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે બની રહેલ નવીન રોડ નુ કામ રચના એજન્સી ગાંધીનગર દ્રારા ખોદકામ ચાલુ હોય અને ખોદકામ બાદ રોડ નુ વેસ્ટ મટીરીયલ રોડ ઉપર થી ઉઠાવી પ્રાંતિજ-તલોદ જતા રોડ ઉપર રોડ ની બન્ને સાઇડ મા ઢગલા કરવામા આવ્યા છે તો રોડ ની બન્ને સાઇડ મા કરેલ વેસ્ટ ઢગલા રોડને અડીને ઢસડી આવતા દિવસેકેરાત્રી દરમ્યાન કોઇ નાના મોટા વાહન ચાલકોને અકસ્માત સર્જાય તો નવાઈ નહી અને રોડ ની સાઈડ મા ઢસડી આવેલ ઢગલાઓને લઈ ને કોઈનો જીવ જાય તો નવાઈ નહી જ્યારે જેની જવાબદારી છે તે જવાબદાર તંત્ર જાણે અજાણ હોય અને ગૌર નિંદ્રામા હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઇ આવે છે
જીલ રાવલ સાબરકાંઠા
