fbpx

વંદે ભારત સ્લીપર: હવે વેઇટિંગ કે RACની ઝંઝટ ખતમ, માત્ર કન્ફર્મ ટિકિટ પર જ થશે મુસાફરી; જાણો ભાડું

Spread the love

વંદે ભારત સ્લીપર: હવે વેઇટિંગ કે RACની ઝંઝટ ખતમ, માત્ર કન્ફર્મ ટિકિટ પર જ થશે મુસાફરી; જાણો ભાડું

ભારતીય રેલ્વે આવતા અઠવાડિયે વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે આ ટ્રેન એક મોટો ફેરફાર લઈને આવી રહી છે. આ ટ્રેનમાં હવે કોઈ વેઇટિંગ લિસ્ટ કે RAC (Reservation Against Cancellation) ની સુવિધા રહેશે નહીં.

રેલ્વે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, વંદે ભારત સ્લીપર ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ જ આપવામાં આવશે. સામાન્ય રીતે એક્સપ્રેસ ટ્રેનોમાં RAC ટિકિટ પર બે મુસાફરોએ એક બર્થ શેર કરવી પડે છે, પરંતુ વંદે ભારત સ્લીપરમાં આવી કોઈ જોગવાઈ રહેશે નહીં. મુસાફરોએ મુસાફરી કરવા માટે ફરજિયાતપણે કન્ફર્મ ટિકિટ લેવી પડશે.

07

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે હાાવડા-ગુવાહાટી રૂટ પર દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન હાલની એક્સપ્રેસ ટ્રેનોની સરખામણીમાં મુસાફરીના સમયમાં લગભગ ત્રણ કલાકનો ઘટાડો કરશે. આ ટ્રેન ખાસ કરીને રાત્રિના પ્રવાસ (Overnight Journey) માટે તૈયાર કરવામાં આવી છે.

વંદે ભારત સ્લીપરનું ભાડું રાજધાની એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો કરતા થોડું વધારે હશે. મુસાફરોએ ઓછામાં ઓછા 400 કિલોમીટરનું ભાડું ચૂકવવું પડશે, ભલે તેમની મુસાફરી તેનાથી ઓછા અંતરની હોય.

04

પ્રતિ કિલોમીટર ભાડાના દર:

3AC: ₹2.4 પ્રતિ કિમી

2AC: ₹3.1 પ્રતિ કિમી

1AC: ₹3.8 પ્રતિ કિમી

અંદાજિત ભાડું (GST અલગથી):

અંતર3AC (₹)2AC (₹)1AC (₹)
400 કિમી (ન્યૂનતમ)9601,2401,520
1,000 કિમી2,4003,1003,800
2,000 કિમી4,8006,2007,600

ટ્રેનની વિશેષતાઓ અને કોચ

આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં 11 કોચ 3AC, 4 કોચ 2AC અને 1 કોચ 1AC નો હશે. અન્ય ટ્રેનોની જેમ જ આમાં પણ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ક્વોટા ઉપલબ્ધ રહેશે.

રફ્તાર: આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે, પરંતુ સુરક્ષાના કારણોસર તેને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે.

v05

સુરક્ષા: ટ્રેનમાં ‘કવચ’ (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ), ઈમરજન્સી ટોક-બેક સિસ્ટમ અને ઓટોમેટિક દરવાજા જેવી આધુનિક સુવિધાઓ છે.

સુવિધા: મુસાફરોની સુવિધા માટે સાઉન્ડપ્રૂફિંગ, ઝટકા રહિત મુસાફરી માટે બહેતર સસ્પેન્શન અને સ્વચ્છતા માટે ખાસ ડિસઇન્ફેક્ટન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!