fbpx

600 કિમી સુધી રેન્જ આપનારી દુનિયાની પહેલી ઇલેક્ટ્રિક બાઇક, ખાસ છે તેની બેટરી, 20 મિનિટમાં ચાર્જ થશે

Spread the love

600 કિમી સુધી રેન્જ આપનારી દુનિયાની પહેલી ઇલેક્ટ્રિક બાઇક, ખાસ છે તેની બેટરી, 20 મિનિટમાં ચાર્જ થશે

ફિનલેન્ડની ઇલેક્ટ્રિક બાઇક બનાવનારી ‘વર્જ મોટરસાયકલ્સ’ એવી બાઇક આપવાની તૈયારી કરી રહી છે, જેને તે વિશ્વની પ્રથમ પ્રોડક્શન ઇલેક્ટ્રિક બાઇક ગણાવી રહી છે. આ બાઇકમાં સોલિડ-સ્ટેટ બેટરી ટેક્નોલોજી આપવામાં આવી છે. આને બે પૈડાવાળા ઇલેક્ટ્રિક વાહનો માટે એક મોટું પગલું  માનવમાં આવે છે અને બેટરી ટેક્નોલોજીમાં લાંબા ગાળાના પરિવર્તનની શરૂઆત પણ છે.

ફિનલેન્ડની આ કંપનીએ ટેક્નોલોજી કંપની ડોનટ લેબ સાથે મળીને નવી બેટરી સિસ્ટમ વિકસાવી છે. વર્જનું કહેવું છે કે સોલિડ-સ્ટેટ બેટરીની મદદથી ખૂબ જ ફાસ્ટ ચર્જિંગ સંભવ હશે અને સામાન્ય લિથિયમ-આયન બેટરીની તુલનામાં રેન્જ લગભગ બમણી થઈ જશે. કંપની આગામી મહિનાઓમાં ગ્રાહકોને બાઇકની ડિલિવરી શરૂ કરવાની છે.

electric-bike3

સોલિડ-સ્ટેટ બેટરીમાં પ્રવાહી અથવા જેલ ઇલેક્ટ્રોલાઇટને બદલે સોલિડ મટિરિયલનો ઉપયોગ થાય છે. ઓટોમોબાઇલ ઉદ્યોગમાં તેને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને વધુ ટકાઉ માનવામાં આવે છે. જ્યારે ઘણી કાર કંપનીઓ હાલમાં તેનું પ્રોટોટાઇપમાં પરીક્ષણ કરી રહી છે, ત્યારે વર્જનો દાવો છે કે તેણે તેને પ્રોડક્શન માટે તૈયાર બાઇકમાં લગાવી દીધી છે.

નવી બેટરીની સૌથી મોટી વિશેષતા તેની ચાર્જિંગની ગતિ છે. કંપનીના મતે, આ સોલિડ-સ્ટેટ બેટરી લગભગ 186 માઇલ (લગભગ 300 કિમી)ની રેન્જ માટે માત્ર 10 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. આ બેટરી બાઇકની ઉંમર સુધી ચાલશે, જ્યારે સામાન્ય લિથિયમ-આયન બેટરી સમય જતા બગડે છે. ખરીદદારો પાસે એક્સટેનડેડ-રેન્જ બેટરીનો વિકલ્પ પણ હશે, જે એક જ ચાર્જ કરવા પર 217 માઇલથી વધીને લગભગ 370 માઇલ (લગભગ 600 કિમી) સુધી હોય શકે છે. આ બાઇક માત્ર 3.5 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ગતિ પકડી લે છે.

electric-bike1

પ્રદર્શન ઉપરાંત, ધ વર્જે સુરક્ષા અને પર્યાવરણને પણ તેની મોટી વિશેષતા ગણાવી છે. સોલિડ-સ્ટેટ બેટરીઓ વધુ સ્થિર હોય છે અને પ્રવાહી લિથિયમ-આયન બેટરીઓ કરતા આગ લાગવાનું જોખમ ઓછું હોય છે. સાથે જ, તે અલગ-અલગ તાપમાનમાં પણ વધુ સારી રીતે કામ કરે છે. કંપનીનું કહેવું છે કે તેમાં ઉપયોગ થનારી સામગ્રી વિશ્વભરમાં સરળતાથી ઉપલબ્ધ છે, જે પુરવઠાની સમસ્યાઓ ઘટાડશે.

error: Content is protected !!