
મંગળવારે બીએસઇમાં 1000 પોઇન્ટનો કડાકો બોલી હયો અને નિફ્ટીમાં 353 પોઇન્ટ તુટી ગયા હતા. મુંબઇ શેરબજરમાં એક દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા થઇ ગયા હતા. શેરબજાર તુટવાના કારણો જાણો.
મંગળવારે IT શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે બેન્ચમાર્ક બે મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો. વિપ્રો 3% અને LTIMindtreeના શેર 6% સુધી ઘટ્યા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર અમેરિકન નિયંત્રણ સ્થાપિત કરવાના પ્રયાસમાં યુરોપિયન યુનિયનના 8 સભ્ય દેશો પર નવા ટેરિફ લાદવાની ધમકી આપી છે. ફ્રાન્સ પર 200% ટેરિફ લાદવાની ધમકીને કારણે વૈશ્વિક સ્તરે ‘ટ્રેડ વોર’નો ખતરો વધી ગયો છે.
વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)એ સતત 10મા સત્રમાં વેચવાલી ચાલુ રાખી. સોમવારે FIIએ અંદાજે 3,263 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
